(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
વડાપ્રધાન મોદીના હુમલા પર પલવટવાર કરતાં કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ નાણ ામંત્રી પી.ચિદંબરમે કહ્યું કે મોદીએ પહેલા મારૂ ભાષણ સમજી લેવાની જરૂર હતી. આ પહેલા મોદીએ ચીદંબરમ પર હુમલો કરતા કહ્યું કે કાશ્મીરની આઝાદીની વાત કરનાર લોકોએ લશ્કરનું અપમાન કર્યું છે. ચિદંબરમે કહ્યું કે પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીર પર મારરી પુરો ભાષણ વાંચ્યું નથી. મારો જવાબ આજે ઈન્ડીયન એક્સપ્રેક્ષમાં છપાયો છે જે લોકો મારી નિંદા કરી રહ્યાં છે તેઓ મારો જવાબ વાંચે અને કહે કે કયો શબ્દ ખોટો છે. ચીદંબરમે વડાપ્રધાન પર એવો આક્ષેપ કર્યો કે વડાપ્રધાન ભૂતની કલ્પના કરીને હુમલો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મેં કે કોંગ્રેસ પાર્ટીએ કદી પણ સર્જિકલ સ્ટ્રાઈકની આલોચના કરી નથી અમે ફક્ત એટલું જ કહ્યું હતું કે પહેલા પણ સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે અને ખુદ લશ્કરે તેનો સ્વીકાર કર્યો છે. ચીદંબરમે એવી ટીપ્પણી કરી હતી કે કાશ્મીરમાં આઝાદીની માંગણી કરી રહેલા લોકો સ્વાયત્તાની માગ કરી રહ્યાં છે. કાશ્મીરના લોકો મારી ટીપ્પણથી એવા તારણે પહોંચ્યાં છે કે જ્યારે તેઓ આઝાદીની માંગણી કરી રહ્યાં છે ત્યારે તેઓ મોટેભાગે સ્વાયત્તાની વાત કરી રહ્યાં છે. મોદીએ ચિદંબરમની આ ટીપ્પણી પર કોંગ્રેસને આડેહાથે લીધી હતી. જોકે કોંગ્રેસ ચીદંબરમના બયાન પરથી હાથ અધ્ધર કરી લીધાં હતા. કોંગ્રેસે કહ્યું કે આ ચીદંબરનો અંગત અભિપ્રાય છે. ઉલ્લેખનીય છે કે ચિદંબરમે જમ્મુ કાશ્મીરને સ્વાયત્તા આપવાની હિમાયત કરી હતી, જેની ભાજપે ઉગ્ર ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે અને હમેંશા ભારતનું બની રહેશે. ચિદંબરમની ટીપ્પણી પર તેમણે કહ્યું કે આ કોઈ વ્યક્તિનો અંગત અભિપ્રાય હોઈ શકે. પાર્ટીને તેની સાથે કંઈ લેવાદેવા નથી.