અમદાવાદ, તા.૨૯
અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના જુદા જુદા કારણોસર મોત થતાં ખભળાટ મચી ગયો છે. આ સંદર્ભમાં હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ એમ.એમ. પ્રભાકરની મળેલી પ્રતિક્રીયા અનુસાર,રાજયના અન્ય શહેરો જેમા લુણાવાડા, સુરેન્દ્રનગર, માણસા, વિરમગામ, હિંમતનગરમાંથી ગંભીર હાલતમા પાંચ બાળકોને હોસ્પિટલમા લાવવામા આવ્યા હતા.એક બાળકનુ વજન તો માત્ર ૧.૧ કિલોગ્રામ હતુ.એને ૧૩૦ કિલોમીટર દૂરના સ્થળેથી અમદાવાદમાં લાવવામા આવ્યા હતા એમને આઈસીયુમાં દાખલ કરવામા આવ્યા હતા પરંતુ એમણે શનિવારે અંતિમ શ્વાસ લીધો હતો. તમામ બાળકો જરૂર કરતા ઓછા વજનના હોઈ એમને જન્મતાવેંત ગંભીર બીમારી લાગુ પડી હતી. દરમિયાન સિવિલમાં નવજાત શિશુઓના મોતથી રોષે ભરાયેલા કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચ દ્વારા કાંકરેજ તાલુકાના થરા ખાતે આરોગ્યમંત્રી શંકર ચૌધરીના પૂતળાનું દહન કરી જોરદાર સૂત્રોચ્ચાર કરાયો હતો.