Ahmedabad

ગુજરાતનો અવાજ : ‘‘કોંગ્રેસને એક તક આપીશ’’, ‘‘ક્યાં છે વિકાસ’’ ?

અમદાવાદ, તા.૩૦
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. બધા રાજકીય પક્ષોએ ચૂંટણીના વચનો આપવાની શરૂઆતો કરી છે અને જનતા પોતાના મુદ્દાઓના આધારે મત આપવા તૈયાર છે. એવા સમય ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રત્યેક સમાચાર તમને જણાવવા કિંવટ હિન્દીએ ખાસ તૈયારી કરી છે જેમાં ગુજરાતનો અવાજમાં લોકો પોતાના મુદ્દાઓ રજૂ કરશે. અમે સર્વે માટે પાંચ વ્યક્તિઓની પસંદગી કરી એમના વિચારો મેળવ્યા છે. નોટબંધી, વિકાસ બાબત શું છે. એમના વિચાર ? ૩ર વર્ષીય ઉમાશંકર યાદવનો સુરતમાં પાનનો ગલ્લો છે. એમણે કહ્યું ભાજપાએ પોતાના વચનો પૂર્ણ નથી કર્યા. સારા દિવસો હજુ સુધી આવ્યા નથી. હું એ જ પક્ષને મત આપીશ જે વિકાસ કરશે, પણ હજુ સુધી મત આપવા માટેનો વિકાસ દેખાતો નથી. પહેલાં હું દર વખતે ભાજપને મત આપતો હતો પણ હવે આ વખતે કોંગ્રેસને મત આપીશ. એક વખત કોંગ્રેસને તક આપી જોઈ લઈએ. હું અમારા વિસ્તારમાં વીજળી, પાણી અને સફાઈ માટે હેરાન છું. ફરિયાદ કરીએ છીએ પણ કોઈ સાંભળતો નથી. ઓટો રિક્ષા ચલાવનાર પપ્પુ યાદવ વલસાડમાં મત આપે છે. એમણે કહ્યું કે સીએનજીની કિંમત વધી ગઈ પણ ઓટોના ભાડાઓમાં કોઈ વધારો કરાયો નથી. રર વર્ષથી ભાજપની સરકાર છે. પણ સડકો ઉપર રથી ર.પ ફિટના ખાડાઓ છે. બીજી બાજુ સીએનજીનો ભાવ ૩.પ રૂપિયા વધી ગયો પણ રિક્ષાના ભાડા સરકારે નથી વધાર્યા. એમણે જીએસટી બદલ પણ રોષ પ્રક્ટ કરતાં કહ્યું જ્યારથી જીએસટીનો અમલ શરૂ થયો છે. અમારો ધંધો ૪૦૦-પ૦૦ રૂપિયાથી ગબડીને ર૦૦-૩૦૦ રૂપિયા થઈ ગયો છે. ૩૪ વર્ષીય શ્રષિ મહેન્દ્ર મોદી વલસાડના વેપારી છે. એમણે કહ્યું ભાજપાએ બધી રીતે હેરાન કરી નાંખ્યું છે. ધંધો થતો નથી. રોજગારી બેરોજગારીમાં પલટાઈ ગઈ છે. જ્યારથી ભાજપે ર૦૧૪ની ચૂંટણી જીતી છે. ત્યારથી અમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધી ગયું છે. મારા મતે ભાજપ કંઈક કરે અન્યથા ર૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસ પાછી આવી જશે. સરકારના લીધે ઘણી બધી મુશ્કેલીઓ થઈ છે. જેમ કે જીએસટી, મોંઘવારી, નોટબંધી. ર૭ વર્ષીય ભૂમિ પટેલ અમદાવાદમાં મત આપે છે. એમણે કહ્યું કે સરકારની યોજના બેટી બચાવો, બેટી પઢાઓ હોવા છતાંય ગરીબો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. આજે પણ ગરીબ પરિવારો સરકારી સ્કૂલો અને કોલેજોની ફી ભરવા અસમર્થ છે. મારા મતે આ મુદ્દો એક મોટો મુદ્દો છે. એમણે રોડ ઉપર પાણી ભરાવવાનો મુદ્દો પણ જણાવ્યો. બધા વિકાસની વાતો કરે છે. ક્યાં છે વિકાસ ? હમણા જ વરસાદ પૂર્ણ થયું છે પણ અમે બહાર જઈ શકતા નથી. ૪૪ વર્ષીય નિરાલી શાહ રાજકોટમાં મત આપે છે. એમણે રાજ્યમાં ફેલાયેલ બેરોજગારીની સમસ્યા બાબત પોતાનું મંતવ્ય રજૂ કર્યું. નિરાલીએ કહ્યું કે હું શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલ છું. એ માટે બેરોજગારી જેવી સમસ્યાને સમજી શકું છું. નોકરીની વાત હોય કે વેપારીની પણ ક્યાંય મેળ પડતો નથી. જે પક્ષ લોકોને રોજગારી આપશે એમને જ હું મત આપીશ.
(સૌ.ઃ ધ ક્વિન્ટ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.