નવી દિલ્હી, તા.૩૦
વિજયી યાત્રા જાળવી રાખતા ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝનું ટાઈટલ પણ પોતાના નામે કરનાર ભારતના સ્ટાર શટલર કિદામ્બી શ્રીકાંતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ ભવને પોતાના ટિ્વટર હેન્ડલથી પોસ્ટ કર્યું છે. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટાઈટલ જીતવા માટે શ્રીકાંતને અભિનંદન. તમે જીતવાની આદત બનાવી લીધી છે. અમને તમારા ઉપર ગર્વ છે. વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે શ્રીકાંત તરફથી સારા સમાચારો મળતા રહે છે. સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું છેે કે ફ્રેન્ચ ઓપન જીતવા અને ર૦૧૭માં ચોથંુ સુપર સિરીઝ ટાઈટલ પોતાના નામે કરવા માટે શ્રીકાંતને શુભેચ્છા. તમે અમને ગૌરવ અપાવ્યું છે. શ્રીકાંતે પેરિસમાં જાપાનના નિશિમાતોને સીધી ગેમમાં ર૧-૧ર, ર૧-૧૩થી હરાવી ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝ ટાઈટલ જીત્યું હતું.