National

ન્યાયાધીશની પરીક્ષાના પેપર લીક

બનાવટી વકીલો અને હવે ટાઉટ્‌સ જેઓ જજશીપની ઓફર કરે છે. લીક થયેલા પેપરો એવા ઉમેદવારોને વેચવામાં આવ્યા કે જેઓ હરિયાણામાં નીચલીકોર્ટ માટેની પરીક્ષામાં બેસવાના હતા.
પહેલાં બનાવટી વકીલો અને હવે ટાઉટ્‌સ જેઓ જજશીપની ઓફર કરે છે. ફેક શબ્દ આ કેસમાં તે કોઈ રજિસ્ટર્ડ થયા ન હોય તેવા વ્યક્તિઓને નિર્દોષ કરે છે જે આપણે આગળ આપણી કાયદાકીય પદ્ધતિની જાણ આપે છે. એટલે કે જુનિયર લોર્ડશીપ કે જેઓએ ન્યાય પ્રક્રિયાની પદ્ધતિમાંથી પસાર થયા. પરીક્ષાની તૈયારી કરવી તેને લખવું અને એ પ્રમાણે વર્તન કરવું પરંતુ એક નજીવી બાબતને લીધે ન્યાય અને તેના નકારાત્મક પાસાઓમાં ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે. જ્યારે પરીક્ષા મોકૂફ રહે કે રદબાતલ થાય તેવા સંજોગોમાં જો પ્રશ્નપત્રો લીક થઈ જાય તો ?
પંજાબ-હરિયાણા વિસ્તારમાં આવી જ એક ઘટના બની વિવાદાસ્પદ ભૂતપૂર્વ ન્યાયાધીશે સીબીઆઈને કમ્પાઉન્ડની દિવાલ પરથી છટકી જવા માટે એક વખત સ્લીપ આપી હતી અને તે આજે માર્ગદર્શન આપવાની સંસ્થા ચલાવે છે. પરીક્ષાના પેપરો ફોડવાના પદ્ધતિસર આખી સાકળ ચાલે છે. શંકાસ્પદ લોકો એ પરીક્ષાઓમાં ઓછી ભૂલો સાથે ટોપ પર પહોંચી જાય છે. ૧૬મી જુલાઈએ પરીક્ષા દરમિયાન સુમને અનુભવ્યું કે તેની સાથે જ પરીક્ષાના જે પ્રશ્નો વહેંચવામાં આવ્યા હતા તે પરીક્ષાના પેપરનો એક ભાગ હતો. તેના પહેલાં તે બનાવટી કે જુઠ્ઠાં થઈ શકતા હતા. ૬ઠ્ઠી નવેમ્બરના દિવસે સુપ્રીમકોર્ટની બેન્ચે જેને ભારતના મુખ્ય ન્યાયાધીશની દોરવણીમાં સાંભળવામાં આવ્યો હતો અને બધા જ પક્ષકારોને નોટિસો મોકલવામાં આવી હતી જેમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે અને હરિયાણા અને ચંદીગઢની બધી સરકારોનો સમાવેશ થાય છે. સૂચના વગર સીબીઆઈ પણ ત્યાં કોર્ટમાં હાજર હતી પરંતુ તે જુલાઈમાં ખૂબ મોડેથી ખબર પડી કે હરિયાણા ન્યાય કચેરીની સેવાઓ માટે પ્રિલિમિનરીનું પ્રશ્નપત્ર લીક થવાનો મામલો છે. હવે પરીક્ષા પહેલાં પ્રશ્ન પત્રોનું ફૂટી જવું એ ભારત માટે નવી નથી પરંતુ જજશીપના વેચાણથી ખૂબ ધ્યાન આકર્ષિત થાય છે. પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટોએ નીચલી અદાલત અને ઉપલી અદાલતને ન્યાયાધીશની ભરતી સમિતિ જેની દોરવણી એક વરિષ્ઠ ન્યાયાધીશ કરતા હોય છે તેમની જાણ વગર જ કાર્યવાહી શરૂ કરી દીધી. આ પરીક્ષા નીચલી કોર્ટોમાં ન્યાયાધીશોની નિમણૂક કરવા માટેની હતી કે જેઓ જામીન મંજૂર કરી શકે માલ-મિલકતની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. ગુનેગારોને સાબિત કરી શકે વિગેરે ટૂંકમાં ન્યાય પ્રક્રિયાની પ્રથમ પંક્તિ.
આખી વાર્તાનું સમસ્યારૂપ મુદ્દો ભોગ બનનારનો દાવો કે તેણીને બન્ને પરીક્ષા પ્રિલિમનરી તથા ફાઈનલ પરીક્ષાના પેપરો ૧ કરોડ રૂા.માં આપવા માટે પ્રસ્તાવ થયો. આ પ્રસ્તાવ એવા લોકો દ્વારા કરવામાં આવ્યો કે જેઓ પરીક્ષામાં ટોપ કક્ષાએ ઓછામાં ઓછી ભૂલો સાથ પાસ કરવામાં સફળ રહ્યા હતા. જે વ્યક્તિએ ડીલની ઓફર કરેલી તેના ૭૬૦ કોલ્સ અને મેસેજ હાઈકોર્ટના જજ (ભરતી ભાગ)ના રજિસ્ટરમાં નોંધાયેલા છે જેમણે એ કબૂલ કર્યું છે તે પ્રશ્ન પત્ર જ્યારે લીક થયો ત્યારે પ્રશ્ન પત્ર ફકત તેમની જ કસ્ટડીમાં હતો.
કેસની તપાસમાં અને કોર્ટની કાર્યવાહીમાં વારંવાર ટ્રાન્સફર થવાથી વિલંબ થયો. આ રિપોર્ટર સિટીંગ અને રિટાયર્ડ ન્યાયાધીશો, બારના વરિષ્ઠ સભ્યો કેટલાક વકીલો જે આ કેસના સંદર્ભમાં ન્યાય પ્રક્રિયામાં સંકળાયેલા હતા તેમની સાથે વાતચીત કરી. બધા જ દસ્તાવેજો જે આ કેસ સાથે સંકળાયેલા છે તે કોર્ટના રેકોર્ડઝ, તપાસ સમિતિના અહેવાલ તથા કોલના રેકોર્ડનો સમાવેશ થાય છે. ઘણા બધા ન્યાયાધીશોએ આ બાબતે ટીકા ટિપ્પણી કરી હતી કે ભરતી એ અદાલતની આંતરિક બાબત છે. એક એફઆઈઆર ફાઈલ કરવામાં આવી હતી અને તેની તપાસ કરવામાં આવી. અનમોલ રતન સિદ્ધુ, પંજાબ અને હરિયાણાના બાર કાઉન્સિલના પ્રમુખ.
હાઈકોર્ટે માન્ય રાખ્યું હતું કે પેપર લીક થયું છે. વિજિલન્સ શાખા પાસે તેને સત્ય સાબિત કરવાના ઘણા પુરાવા છે. બીજું કે આ મેટર જાહેર થઈ ગઈ હતી. એક વાતચીતમાં સુશીલાએ ખાતરીપૂર્વક દાવો કર્યો હતો કે જી.કે.નું પેપર ખૂબ જ અઘરું આવે છે તેમાં પાંચ કેસોમાં પંદર પ્રશ્નો બંધારણમાંથી આવે છે. પમી ઓગસ્ટે હાઈકોર્ટની આંતરિક તપાસના અહેવાલની રાહ જોવા કરતાં સુમને કોર્ટમાં હાઈ-લેવલ તપાસની માગણી કરતો કેસ દાખલ કર્યો. તેણીએ ફરિયાદ કરી હતી કે આ બાબતમાં રજિસ્ટાર અને ભરતી સમિતિના સુપ્રિટેન્ડેન્ટ પુષ્કળ પ્રમાણમાં અવૈધ ધન લીકના માધ્યમથી એકઠું કર્યું છે. શર્માએ દાવો કર્યો હતો કે તેના પર દોષનો ટોપલો નાંખવામાં આવ્યો છે તે આ સંદર્ભે કોઈના નામ લેવા માગતા નથી. સુરીન્દરસિંહ ભારદ્વાજ (જમણો) એક ભૂતપૂર્વ ન્યાયાધીશ જેઓ સીબીઆઈની કસ્ટડીમાંથી છટકી ગયા હતા. તેઓ ર૦૦૯માં ગુનેગાર સાબિત થયા હતા. તેઓ જ્યુરિસ્ટ એકેડેમી સેન્ટર ચલાવે છે જ્યાં આ આરોપીએ અભ્યાસ કર્યો હતો.
જ્યારે શર્મા તેમના કાર્યાલયમાં કાર્યરત હતા ત્યારે ૧૬મી ઓગસ્ટના રોજ ન્યાયાધીશ કુલદીપસિંહે આ અરજી સાંભળી હતી અને તે એ નોટિસો જુદા જુદા પક્ષકારોને આપી હતી તેમાં પોલીસ અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સમાવેશ થાય છે. અદાલતે કબૂલ કર્યું હતું કે, પેપર લીકની ઘટના બની છે પરંતુ તેમાં અદાલતી તપાસમાં ભૂલો છે અને કેસને વારંવાર ટ્રાન્સફર કરવાને લીધે તેમાં ન્યાયમાં વિલંબ થયો છે.
સપ્ટેમ્બર ૧૮ના દિવસે ત્રણ ન્યાયાધીશો, એસઆઈપીના એસપી, એક ડીએસપી અને એક ઈન્સ્પેક્ટરની એક ટુકડી બનાવવામાં આવી. પેપર લીકનો પ્રશ્ન અચાનક બનેલો પ્રસંગ નથી. પુરાવાઓ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આઉટલુકે ન્યાયાધીશ મિત્તલનો આ સંદર્ભે બોલવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે કહ્યું કે પ્રોટોકોલ તોડી શકાય નહીં અને પ્રેસ સાથે વાતચીત કરી શકાય નહીં.
(સૌ.ઃ આઉટલૂક ઈન્ડિયા.કોમ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.