Site icon Gujarat Today

ઈરાન-ઈરાક ભૂકંપ પીડિતોની મદદ માટે તુર્કીની પહેલ

(એજન્સી) અંકારા, તા.૧૪
ઈરાન-ઈરાક સરહદે આવેલા શક્તિશાળી ધરતીકંપને પગલે અત્યાર સુધીમાં ૪૦૦થી વધારે મોત થયાં તથા ૭ હજાર જેટલા લોકો ઘાયલ થયા હોવાની ખબર છે. જેના પગલે તુર્કીએ માનવતાવાદી સહાય પૂરી પાડી છે.
રાજ્ય દ્વારા સંચાલિત આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન સત્તા (એએફએડી) સહિત તુર્કીશ સહાયક એજન્સી રેડ ક્રેસન્ટ સહાય કરવા અને શોધ અને બચાવ કામગીરીમાં સહયોગ આપવા પહોંચી ગયા હતા. તુર્કીના રેડ ક્રેસન્ટે તેની સમકક્ષ ઈરાન અને ઈરાકનો સહયોગ સાધવા માટે તાત્કાલિક ધોરણે ૩ હજાર ટેન્ટ, ૧૦ હજાર ધાબળા, ૧૦ હજાર પથારી અને ૩૦૦ હીટર મોકલી આપ્યા હતા. એએફએડીએ પાંચ હજાર ટેન્ટ, સાત હજાર ધાબળા, ૯ર કર્મચારીઓ અને ૧૧ વાહનો મોકલી આપ્યા હતા. આ ઉપરાંત ર૮૬૮ નંબર પર એસએમએસ મોકલીને તુર્કીમાં એક દાન માટેનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.
તુર્કીશ રેડ ક્રેસન્ટના પ્રમુખ કેરેમ કિનીકે ટ્‌વીટ કર્યું હતું કે, અત્યારે સહાય કરીને માનવતા દાખવવાનો દિવસ છે.
તુર્કીશ રાષ્ટ્રપતિ રેસેપ તૈયિબ એર્દોગાને ભૂકંપ પીડિતો માટે શોક વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન બિનાલી યેલ્દીરીમ અને વિદેશમંત્રી મેવલુત કાવુસોગ્લુએ ભૂકંપ પીડિતો માટે તુર્કીએ કરેલી સહાય પ્રત્યે ધ્યાન દોર્યું હતું.
કુર્દિસ્તાનની પ્રાદેશિક સરકારના પ્રવક્તા સફીન દિઝાયીએ પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર ત્વરિત પ્રતિક્રિયા અને સમર્થન માટે તુર્કીનો આભાર વ્યક્ત કર્યો હતો. કુર્દિસ્તાન પ્રાદેશિક સરકારના વડાપ્રધાન નેચીર્વાન બક્ષનીએ ભૂકંપ બાદ તેમનો સંપર્ક સાધવા બદલ તુર્કી અને એર્દોગાનની પ્રશંસા કરી હતી.
સપ્ટેમ્બર મહિનામાં સ્વતંત્રતા લોકમત વિરૂદ્ધ અંકારાએ કુર્દિસ્તાનની પ્રાદેશિક સરકારની નિંદા કરી અને ધમકી આપ્યા બાદ પણ તુર્કીએ તેમની સહાયતા કરી. સંઘર્ષ વિયોજનના વિદ્વાન પિનાર અકપીનારે જણાવ્યું કે, તુર્કીની સહાયક પહેલએ તેમની માનવતાવાદી મુત્સદ્દીગીરીનો એક ભય છે.

Exit mobile version