Site icon Gujarat Today

સુરત : ઉધારમાં ૭૬.૮૪ લાખના હીરા લઈ બાપ-દીકરાની ઠગાઈ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
શહેરના મહિધરપુરાના હીરા બજારમાં હીરા દલાલ પિતા-પુત્રોએ રૂા.૭૬.૮૪ લાખના ૯૮.૦૫ કેરેટ કાચા હીરા ઉધારમાં ખરીદી કર્યા બાદ તેના રૂપિયા ન આપવા પડે તે માટે રિવોલ્વર વડે વેપારીને ધાક-ધમકી આપી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગરના રાજગઢનો વતની અને હાલ વરાછા લંબેહનુમાન રોડ પર ત્રિકમનગર ખાતે રહેતા જીગ્નેશભાઈ જયેશભાઈ મિયાણી હાલ વરાછા અને મહિધરપુરા હીરા બજારમાં હીરાની દલાલીના ધંધા સાથે સંકળાયેલા છે. તેઓની પાસેથી ગત તા.૨૭મી માર્ચ ૨૦૧૭ના રોજ સવજીભાઈ પોપટભાઇ ઘોઘારીએ ઉધારમાં રૂા.૭૬,૮૪,૬૬૨ની કિંમતના ૭૯૮.૦૫ કેરેટના કાચા હીરા ઉધારમાં ખરીદી કર્યા હતા. પરંતુ સવજીભાઈએ તેના રૂપિયાની ચુકવણી નહીં કરતા જીગ્નેશભાઈ મહિધરપુરા હીરાબજારમાં હાટ ફળિયા સ્થિત બ્લ્યુ ડાયમંડ એપાર્ટમેન્ટમાં સવજી ઘોઘારીની ઓફિસમાં ઉઘરાણી કરવા ગયા હતા જ્યાં સવજી નાના દીકરા પ્રદીપે ટેબલના નીચેથી ગઢ કાઢી ટેબલ પર મૂકી કહેલ કે, આ કોઈની સગી નહીં થાય અને માલ કે પૈસા મળશે નહીં. હવે પછી મારા પિતા પાસે કે મારી પાસે ઉઘરાણી કરવા માટે આવ્યા તો પાડી દઈશે. જેથી ગભરાઈ ગયેલા વેપારી જીગ્નેશ મીયાણીએ તુરંત જ મહિધરપુરા પોલીસને જાણ કરી હતી.

Exit mobile version