કોલકાતા, તા. ૨૭
મુસ્લિમોના એક સંગઠને પશ્ચિમ બંગાળના એક ગામમાં હિંદુ મહિલાના લગ્ન માટે નાણાની વ્યવસ્થા કરી હતી. આ ગામમાં ફક્ત આઠ હિંદુ પરિવાર અને ૬૦૦ જેટલા મુસ્લિમ પરિવારો રહે છે. એક સ્થાનિક મદ્રેસાના મૌલાના મુતિઉર રહેમાને નેતૃત્વ કર્યું હતું. મુસ્લિમોએ દિવંગત કામદારની પુત્રી સરસ્વતીની મદદ કરી અને તપન ચૌધરીએ ગુરૂવારે માલદા જિલ્લાના તેના ગામમાં લગ્ન કર્યા હતા. સરસ્વતીના પિતા ત્રિજીલાલ ચૌધરીનું મૃત્યુ ત્રણ વર્ષ પહેલા થયું હતંુ. તેમની પત્ની સોવરાની પોતાની પાંચ પુત્રીઓ સાથે આર્થિક સંકટમાં હતી. સોવરાની વર પક્ષ તરફથી માગવામાં આવેલા દહેજમાં ૨૦૦૦ રૂપિયાની વ્યવસ્થા તો કરી શકી પણ તેની પાસે લગ્ન માટે વ્યવસ્થા કરવા નાણા બચ્યા નહોતા.
રહેમાન જણાવ્યું કે, સોવરાનીની સમસ્યા જાણ્યા બાદ મેં પોતાના પાડોશીઓ અબ્દુલ બારી, અબ્દુલ રહેમાન, જલાલુદ્દીન અને સાહયદુલ ઇસ્લામ સાથે ચર્ચા કરી અને અમે બધા સહમત થયા કે, સરસ્વતી અમારા ધર્મની ન હોવા છતાં તે અમારી પુત્રી છે તેથી યોગ્ય વ્યવસ્થા કરવાની અમારી ફરજ છે. તેમના જૂથે સોવરાનીનો સંપર્ક કર્યો અને આશ્વાસન આપ્યું કે, તેઓએ વહેલી તકે રકમ એકત્ર કરી અને લગ્ન માટે મદદ કરી હતી. ૨૫મી નવેમ્બરે ભોજન સમારોહ આયોજિત કરવામાં આવ્યું જ્યાં રહેમાન સોવરાનીના નિવાસના પ્રવેશદ્વાર પર ઊભા હતા. વર અને તના પરિવારના સભ્યોને તેઓ શુભકામના આપી રહ્યા હતા. રહેમાને કહ્યંુ કે, જો ત્રિજીલાલ જીવિત હોત તો પણ તેઓએ આમ કર્યું હોત. તેમની ગેરહાજરીમાં અમે આ વ્યવસ્થા કરી કેમ કે, સરસ્વતી અમારી પુત્રીથી ઓછી નથી.