(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
ગુજરાત અને હિમાચલની ચૂંટણીના એક્ઝીટ પોલ આવી ગયાં છે, અને તમામ પોલમાં ભાજપની સરકાર રચાઈ રહી હોવાના તારણો વ્યક્ત કરવામાં આવ્યાં છે. એક પણ પોલ આગાહીમાં કોંગ્રેસની જીતનું તારણ આપવામાં નથી આવ્યું. આ ચૂંટણી પહેલાના સર્વે આધારિત હોય છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે ગુજરાતમાં ભાજપ પાંચમી વાર સરકારની રચના કરશે. કેટલીક ટીવી ચેનલોએ તો ભાજપની ભવ્ય જીતની પણ આગાહી કરી દીધી. એક્ઝીટ પોલનો તમાશો બની રહ્યું છે અને એક્સિસ અને ચાણક્ય વચ્ચે લડાઈ ચાલુ થઈ છે. એક બાજુ ભાજપના પ્રવક્તાઓ જીતનો શ્રેય નમોને આપ્યો તો કોંગ્રેસના નેતાઓએ એક્ઝીટ પોલના તારણોને નકારી કાઢ્યાં. તેમણે એવી વાતો કરી કે બિહાર અને દિલ્હીમાં આવા પોલ નિષ્ફળ નીવડ્યાં હતા. એક્ઝિટ પોલ સામાન્ય રીતે ઓપિનિયન પોલ કરતાં વધારે વિશ્વસનીય હોય છે જોકે તેઓ બેઠકની પરિભાષામાં ચોક્કસ નથી. છતાં તેઓ પ્રચલિત ટ્રેન્ડને પારખતાં હોય છે. જોકે તેનો એવો અર્થ થતો નથી કે એક્ઝિટ પોલ ખોટા પડી શકે છે. ૨૦૧૭ ના એક્ઝિટ પોલમાં પણ વિવિધ રાજ્યો માટે ખંડિત જનાદેશની આગાહી કરવામાં આવી હતી. એમઆરસી અને સી વોટર, સીએસડીએસના પોલમાં યુપીમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી હતી પરંતુ ત્યાં ભાજપની સરકાર રચાઈ. પંજાબમાં ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીની જીત આગાહી કરવામાં આવી પરંતુ કોંગ્રેસની જીત થઈ. હિન્દી બિઝનેશ ચેનલ ગુજરાત અને હિમાચલના ચૂંટણીના ખોટા પરિણામો જાહેર કરવા બદલ માફી માંગી છે. આ ચેનલે ચૂંટણીના પરિણામો પહેલા એવા તારણો આપ્યાં હતા.ય ગુજરાતમાં મતગણતરી ચાલુ થઈ છે. ત્રણ પ્રકારના રાજકીય પરિપ્રેક્ષ ઊભરવાની સંભાવના છે. જોકે ત્રણેય પ્રવાહમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. દિલ્હી, બિહાર અને યુપીના તારણોમાં એક્સિસનો સર્વે સાચો પડ્યો હતો. ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં ચાણક્યનો સર્વે સાચો પડ્યો હતો. જોકે બિહારમાં તેનો સર્વે ખોટો ઠર્યો હતો.