(એજન્સી) તા.૨૬
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉઠે છે તેવા જ ટ્વીટર પર જાય છે અને સોશિયલ મીડિયાના સૌથી અગ્રણી રાજકીય યુઝર હશે. જો કે તેઓ એકલા નથી. છેલ્લા બે દાયકાથી વિશ્વના નેતાઓએ લોકો સાથે કોમ્યુનિકેટ કરવા ઇન્ટરનેટની સત્તાનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે. કેટલાક રાષ્ટ્રોમાં સરકારી પારદર્શિતા અને જવાબદારી વધારવાના પ્રયાસોના ભાગરૂપે ડિજિટલ ઉપકરણો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ પ્રચાર, સેન્સરશીપ અને ફેક ન્યૂઝ માટેના પ્લેટફોર્મ છે.
ધ કન્વર્ઝેશન ગ્લોબલ્સ સિરીઝ પોલિટિક્સ ઇન ધ એજ ઓફ સોશિયલ મીડિયા દ્વારા વિશ્વની સરકારો પોતાની સત્તાનો ઉપયોગ અને અમલ કરવા ડિજિટલ સાધનો પર કેટલી હદે અને કેવી રીતે નિર્ભર છે તેની ચકાસણી કરવામાં આવી છે.
શું બુલંદ અને સમાવેશક સોશિયલ મીડિયા વિશ્વનું રાજકારણ ફિક્સ કરી શકે ?
શું સોશિયલ મીડિયા સરકારની ક્ષતિઓ ઓળખી કાઢવા અને સમસ્યારૂપ નીતિઓ બદલવા માટે તક પૂરી પાડી શકે ? કદાચ ઘણી સરકારો નાગરિકોની રાજકીય સામેલગીરી પર ટેકનોલોજી જે સત્તા પ્રસ્થાપિત કરે છે તેનાથી ચિંતિત છે.
કઝાકિસ્તાનની સરકાર વિદ્રોહને ડામવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે
જૂની સરકારી પ્રચારશાળાઓ ભૂલી જાવ. કઝાકિસ્તાન સરકારે વિદ્રોહને અને લોકજુવાળને દૂર રાખવા માટે સોશિયલ મીડિયાનો એક નવો ઉપયોગ શોધી કાઢ્યો છે.
ભારતીય સોશિયલ મીડિયાના સ્ટાર સરકારને ઓનલાઇન કરવા ઝઝૂમે છે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણમાં સોશિયલ મીડિયાનો કઇ રીતે ઉપયોગ કરવો તે સારી રીતે જાણે છે પરંતુ તેમની બાકીની સરકારો ? ના, બાકીની સરકારો એટલું બધું જાણતી નથી.
લેટીન અમેરિકાના પ્રમુખો ટ્વીટરને ખૂબ પ્રેમ કરે છે અને તે સારી વાત નથી
જ્યારે નબળી લોકશાહીના નેતાઓ પોતાના મતક્ષેત્રો સાથે પોતાને કનેક્ટ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે લોકોને એવી અનુભૂતિ થાય છે કે તેમને સાંભળવામાં આવી રહ્યા છે પરંતુ ટ્વીટરનો પ્રતિસાદ નાગરિકોને જે કઇ જરૂર હોય તેની પૂર્તતા કરતો નથી.
સોશિયલ મીડિયા સાથે આફ્રિકન સરકારના વ્યગ્ર સંબંધો
આ વર્ષે આફ્રિકાના અનેક દેશોમાં ચૂંટણી યોજાનાર છે અને તેથી સોશિયલ મીડિયાનો હિંસા ભડકાવવા માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાની જરૂર છે પરંતુ શું સરકારોને નાગરિકોના અધિકારો મર્યાદિત કરતી અટકાવી શકાશે ?