Site icon Gujarat Today

તમામ ધર્મના લોકોને મળતી સરકારી સબસિડી બંધ કરવી જોઈએ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
મુસ્લિમ સમુદાયને પવિત્ર હજ માટે મળતી હજ સબસિડી બંધ કરીને મોદી સરકારે મુસ્લિમોની વર્ષો જૂની માંગને પૂરી કરી છે. એમ દેશના કેટલાય મુખ્ય મુસ્લિમ સંગઠનો અને લોકોનું કહેવું છે પરંતુ આ સાથે જ સરકારે અન્ય ધર્મના લોકોને પણ ધર્મના નામે મળનાર સવલતોને બંધ કરી દેવી જોઈએ. મુસ્લિમ સંગઠનો મુજબ પવિત્ર હજ માટે ફરજિયાત એર-ઈન્ડિયા દ્વારા જવામાંથી હજયાત્રાીઓને છૂટકારો અપાવવો જોઈએ અને હજયાત્રીઓને પવિત્ર હજ માટે સસ્તા દરની એર સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવાની માંગ કરી. સાથે જ આ સંગઠન દ્વારા સઉદી અરબમાં હાજીઓની સ્થાપના અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમના નામે થતી ખુલ્લી લૂટને પણ બંધ કરવા માગણી કરી હતી. પવિત્ર હજ માટે હજ સબસિડી બંધ કરવાના મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવકતા મૌલાના ખલીલુર્રહેમાને જણાવ્યું કે પવિત્ર હજના નામે આપવામાં આવતી હજ સબસિડીનો સંપૂર્ણ લાભ એર-ઈન્ડિયાને મળતો હતો, આ લાભને બંધ કરવા મુસ્લિમો દ્વારા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. મૌલાના ખલીલે જણાવ્યું કે ભારત એક બિન-સાંપ્રદાયિક દેશ છે આથી કોઈપણ ધર્મના લોકોને સરકાર તરફથી સવલત અપાવી જોઈએ નહી. તેમણે જણાવ્યું કે હજ સબસિડીના ર૦૦ કરોડ રૂપિયા મુસ્લિમ છોકરીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવાની વાત છે તો મુસ્લિમ આ મુદ્દા પર દેખરેખ રાખશે અને મુસ્લિમ બાહુલ્ય ક્ષેત્રમાં કેટલી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામાં આવે છે તેના પર પણ નજર રાખવામાં આવશે.

Exit mobile version