(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૯
સરકારી વીજ કંપનીઓના ગ્રાહકો આનંદો સરકારી વીજ કંપનીઓ ૨૦૧૮ના વર્ષમાં નવો કોઈ ભાવ વધારો નહી ંકરે એવું આ કંપનીઓના સૂત્રો કહ ેછે. સરકારી વીજ કંપનીઓ ઉત્તર દક્ષિણ પશ્ચિમ મધ્ય ગુજરાત વીજ કંપનીઓએ તેમના ફ્યૂઅલ કોસ્ટ અને ફ્યુઅલ એન્ડ પાવર પરચઝ એડ્જસ્ટમેન્ટ ચાર્જ યાને ફ્યુઅલ ચાર્જ વધારા માટે જર્ક સમક્ષ પિટિશન કરી છે. પણ એનાથી ગ્રાહકોના વીજ બિલમાં કોઈ અસર નહીં થાય એવું આ કંપનીઓના સૂત્રો કહે છે. અત્યારે સરકારી વીજ કંપનીઓને ફ્યૂઅલ કોસ્ટ પ્રતિયુનિટ રૂા.૪.૧૭ પડે છે, જેની સામે ફ્યૂઅલ સરચાર્જ ગ્રાહકો પાસેથી રૂા.૧.૪૩ વસૂલાય છે, હવે નવા વર્ષમાં કંપનીઓની ફયૂઅલ કોસ્ટ રૂા.૪.૨૨ થશે એટલે ફ્યૂઅલ સરચાર્જ રૂા.૧.૪૯ થશે. સૂત્રો કહે છે કે, આ ૬ પૈસાનો વધારો ગ્રાહકો ઉપર લદાશે નહીં. પણ આંતરિક એડ્જસ્ટમેન્ટ કરાશે. એટલે જર્ક પાસે માત્રા આધાર બદલવાથી પરમિશન જ માગવામાં આદ્ઘી છે. ગ્રાહકોને એનાથી કોઈ વધારો ખમવો પડશે નહીં. સરકારી વીજ કંપનીઓએ મીટરભાડું ફિકસ્ડ ચાર્જમાં મર્જ કરવાની પણ મંજૂરી જર્ક પાસે માગી છે. અત્યારે મીટરભાડા ઉપર જીએસટી લાગુ પડતાં કંપનીઓને નુકસાન થઈ રહ્યું હોવાની દલીલ થઈ રહી છે, તેથી મીટર ભાડુ ફિકસ્ડ ચાર્જ સાથે સીધેસીધું મર્જ કરી દેવાની પરમિશન મગાઈ હોવાનું વીજ કંપનીના સૂત્રો જણાવી રહ્યાં છે.