ડરબન, તા.૩૧
વિષમ પરિસ્થિતિમાં પોતાના જુસ્સા અને સાહસનું ઉમદા ઉદાહરણ રજૂ કરીને ત્રીજી ટેસ્ટમાં વિજય મેળવનારી ભારતીય ટીમ દ.આફ્રિકા વિરૂદ્ધ કાલથી અહિયા શરૂ થનારી ૬ મેચોની વન-ડે સીરીઝમાં હવે વધેલા મનોબળની સાથે ઉતરશે અને તેનું લક્ષ્યાંક દ.આફ્રિકાની ધરતી પર પ્રથમ વન-ડે સિરીઝ જીતી નવો ઈતિહાસ સર્જવાનો હશે. એટલું જ નહીં વિશ્વકપ ર૦૧૯ માટે હવે ફક્ત ૧૪ મહિનાનો સમય બાકી છે અને આવામાં ભારત આ સિરીઝ દ્વારા ક્રિકેટ મહાકુંભ માટે પોતાની તૈયારીઓની પણ શરૂઆત કરશે. ભારતને પોતાની મોટી ટેસ્ટ સિરીઝ પહેલા ઘણી વન-ડે મેચ રમવાની છે અને દ.આફ્રિકા વિરૂદ્ધ આની સકારાત્મક શરૂઆત કરવી તેના માટે ખૂબ જ જરૂરી છે. ભારતને દ.આફ્રિકામાં ૬ વન-ડે અને ત્રણ ટ્વેન્ટી-ર૦ મેચ રમ્યા બાદ શ્રીલંકામાં ત્રિકોણીય સિરીઝમાં ભાગ લેવાનો છે. ત્યારબાદ આઈપીએલ રમાશે. ત્યારબાદ તેને ઈંગ્લેન્ડ અને આયરલેન્ડમાં ત્રણ વન-ડે અને ત્રણ ટ્વેન્ટી-ર૦ મેચ રમવાની છે. ઈંગ્લેન્ડમાં ઓગસ્ટમાં તે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. ભારતીય ટીમ દ.આફ્રિકામાં પોતાની પ્રથમ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે. ભારતને આ પહેલા અહીયા રમેલી ચાર દ્વિપક્ષીય સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ
– પહેલી ફેબ્રુઆરીના દિવસે ડર્બનમાં પ્રથમ વનડે
– ૪થી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં બીજી વનડે
– ૭મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ત્રીજી વનડે
– ૧૦મી ફેબ્રુઆરીના દિવસે જ્હોનિસબર્ગમાં ચોથી વનડે
– ૧૩મી ફેબ્રુઆરીના દિવસે પોર્ટએલિઝાબેથમાં પાંચમી વનડે
– ૧૬મી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં છઠ્ઠી વનડે
– ૧૮મી ફેબ્રુઆરીના દિવસે સાંજે જ્હોનિસબર્ગમાં પ્રથમ ટ્વેન્ટી
– ૨૧મી ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં બીજી ટ્વેન્ટી
– ૨૪મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ત્રીજી ટ્વેન્ટી
નોંધ : તમામ વનડે મેચોનું પ્રસારણ સાંજે ૪.૩૦ વાગ્યાથી અને ટ્વેન્ટી મેચોનું પ્રસારણ ૯.૩૦ વાગ્યાથી કરાશે