અમદાવાદ, તા.૩૧
અમદાવાદ સહિત રાજ્યભરમાં મિશ્ર વાતાવરણની સ્થિતિ જોવા મળી રહી છે. ગરમીનું પ્રમાણ હવે જોવા મળી રહ્યું છે. બપોરના ગાળામાં તાપનો અનુભવ પણ લોકો કરી રહ્યા છે. આગામી દિવસોમાં પણ ગરમીમાં વધુ વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૧, ગાંધીનગરમાં ૧૨, નલિયામાં ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થવાના સંકેત દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૪ અને લઘુત્તમ તાપમાન ૧૩.૧ ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ મિશ્ર સ્થિતિ રહી હતી. ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. મોડી સાંજે ફુલગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધી શકે છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે બપોરે અમદાવાદમાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. બીજી બાજુ સ્થાનિક આગાહીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ઘટાડો કે વધારો થશે નહીં. સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૧ રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ શકે છે અને તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે ગાંધીનગરમાં ૧૨ અને મહુવામાં ૧૩.૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે ભાવનગરમાં ૧૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. મિશ્ર સ્થિતિના લીધે મોટી વયના લોકો ભારે પરેશાન છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ તાપમાન (લઘુત્તમ)
અમદાવાદ ૧૩.૧
ડિસા ૧૩.૨
ગાંધીનગર ૧૨
વડોદરા ૧૫
સુરત ૧૬.૪
વલસાડ ૧૧.૬
અમરેલી ૧૩.૮
ભાવનગર ૧૭
પોરબંદર ૧૪
રાજકોટ ૧૫
સુરેન્દ્રનગર ૧૫.૨
ભુજ ૧૪.૩
નલિયા ૧૨
કંડલા ૧૪.૬
મહુવા ૧૩.૧