(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧
આણંદ જિલ્લાનાં વલ્લભવિદ્યાનગર નગર પાલિકાની ચુંટણી યોજાનારી છે,ત્યારે ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતા જ ભાજપમાં ભડકો થયો છે,અને ભાજપનાં છેલ્લી ત્રણ ટર્મથી બહુમતીથી પાલિકામાં ચુંટાતા કાઉન્સીલર અને તેમનાં ટેકેદારોએ ભાજપમાંથી રાજીનામાં આપી દેતા ખળભળાટ મચી ગયો છે. વલ્લભવિદ્યાનગર નગરપાલિકાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ કરતા જ ટીકીટ ફાળવળીથી ભાજપમાં ભડકો થયો છે,જેને લઈને ટીકીટ ફાળવણીથી નારાજ થયેલા વલ્લભવિદ્યાનગરમાં છેલ્લી ત્રણ ટર્મથી બહુમતીથી ચુંટાતા હેમંતભાઈ પંડયા(દદુભાઈ) તેમજ દૂધ મંડળીનાં ચેરમેન મુકેશભાઈ પંચાલ,ભાજપ અગ્રણી કિરણભાઈ પટેલએ પોતાનાં ટેકેદારો સાથે ભાજપમાંથી સામુહિક રાજીનામાં મુકી દીધા છે,આજે તેઓએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલને પોતાનાં રાજીનામાઓ સુપ્રત કર્યા હતા.જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે.