Ahmedabad

શહેરી વિકાસ માટે ર૪ હજાર કરોડની બજેટ જોગવાઈ : ૧૩૪૬ કામો કાર્યરત

અમદાવાદ,તા. ૬
ગુજરાત સ્થાપનાની સ્વર્ણિમ જ્યંતિ અવસરે શરૂ થયેલી સ્વર્ણિમ જ્યંતિ શહેરી વિકાસ યોજનાએ રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસને નવી દિશા આપી છે. વર્ષ ૨૦૦૯થી અમલમાં આવેલી આ યોજનામાં વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં ૨૪ હજાર કરોડથી વધુ રકમની બજેટ જોગવાઈ દ્વારા શહેરો-નગરોના આંતરમાળખાકીય વિકાસ કામો સાથે આગવી ઓળખના કામો દ્વારા રાજ્યના શહેરો-નગરોના ક્લેવર બદલાઈ ગયા છે. શહેરના સર્વાંગી વિકાસ માટેની આ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૦૯માં શરૂઆત કરવામાં આવી. યોજનાના પ્રથમ તબક્કામાં વર્ષ ૨૦૦૯-૨૦૧૪ના પાંચ વર્ષ દરમિયાન રૂપિયા ૭૦૦૦ કરોડ અને વર્ષ ૨૦૧૨-૧૭ના પાંચ વર્ષના બીજા તબક્કામાં બમણાંથી વધુ એટલે કે ૧૫૦૦૦ કરોડ મળી કુલ ૨૨ હજાર કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી હતી. એટલું જ નહીં વર્ષ ૨૦૧૭-૧૮માં આ યોજના અંતર્ગત ૨૭૯૧.૨૭ કરોડની બેટ જોગવાઈ કરાઈ હતી. આમ આ યોજના શરૂ થઇ ત્યારથી એટલે કે વર્ષ ૨૦૦૯થી અત્યાર સુધીમાં કુલ ૨૪૭૯૧.૨૭ કરોડની બજેટ જોગવાઈ શહેરોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી હોવાનું નિયામક, નપાઓની કચેરીના નાયબ નિયામકની યાદીમં જણાવાયું છે. આ યોજના અંતર્ગત ભૂગર્ભ ગટરના કામો, ટ્રાફિક વ્યવસ્થા, ફ્લાય ઓવરબ્રીજ, આંગણવાડી વગેરે જેવા આંતર માળખાકીય વિકાસના કામો ઉપરાંત બગીચા, સ્વીમિંગ પુલ, ટાઉનહોલ, હેરીટેજના કામો, તળાવનો વિકાસ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ વગેરે આગવી ઓળખના કામો કરવામાં આવે છે. આ સિવાય ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારી દ્વારા માળખાકીય સુવિધાના કામો, નગર સેવા સદનના મકાન બાંધકામ-મરામતના કામો પણ આવરી લેવાય છે. રાજ્યની નપામાં આ યોજના અંતર્ગત ૧૩૩૩૪ કરોડના ૧૧૨૯૭ કામોને વહીવટી મંજુરી અપાઈ હતી તે સામે ૧૦૫૫૧ કરોડની ગ્રાન્ટ ચુકવાઇ છે, વિકાસના ૯૫૮૮ કામો પૂર્ણ કરાયા અને ૧૩૪૬ કામો પ્રગતિ હેઠળ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

1 Comment

Comments are closed.