એલોરસેતાર, તા.૭
ઓલિમ્પિક રજતચંદ્રક વિજેતા પી.વી.સિંધુના નેતૃત્ત્વમાં ભારતીય મહિલા ટીમે એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સકારાત્મક શરૂઆત કરતા હોંગકોગને ૩-રથી પરાજય આપ્યો જ્યારે પુરૂષ ટીમે ફિલીપીન્સને પ-૦થી હરાવ્યું. ઈજાના કારણે સાઈના નેહવાલના ટુર્નામેન્ટમાંથી હટી ગયા બાદ સિંધુએ પોતાની ઉપયોગિતા સાબિત કરતા પહેલા સિંગલ્સ મેન જીતી અને બાદમાં સિક્કી રેડ્ડી સાથે મળીને ડબલ્સમાં પણ વિજય મેળવ્યો. સિંધુએ હોંગકોંગની યિનને સીધી ગેમમાં ર૧-૧ર, ર૧-૧૮થી હરાવી. એશિયન ટીમ ચેમ્પિયનશિપ ઉબેર કપ ફાઈનલની ક્વોલીફાયર પણ છે અને અહીયા સેમીફાઈનલમાં સ્થાન મેળવનારી ટીમો બેંગકોકમાં રમવાનો અધિકાર મળશે. ગુરૂવારે ભારતની ટક્કર જાપાનની મજબૂત ટીમ સાથે થશે. પુરૂષ વર્ગમાં શ્રીકાંતના નેતૃત્વમાં ભારતે ફિલીપીન્સને હરાવ્યું.