Site icon Gujarat Today

જામનગરમાં દુઆ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ગર્લ્સ સમર કેમ્પ યોજાયો

જામનગર, તા.૧૧

જામનગરમાં દુઆ ફાઉન્ડેશન  દ્વારા જુમ્મા મસ્જિદ સ્કૂલ, ચાંદી બજાર ખાતે તા.પ,૬ અને ૭ મે-ર૦૧૭ના ત્રણ દિવસ ‘‘નિઃશુલ્ક ગર્લ્સ સમર કેમ્પ’’નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં અંદાજે ૩૦૦થી વધારે બહેનોએ આ કેમ્પનો લાભ લીધેલ. જેમાં મુખ્ય ટોપિક ૧.સેલ્ફ ડિફેન્સ  ર.બ્યુટી  ટીપ્સ ૩. ગ્રુહ ઉદ્યોગના કાર્યો ૪.સાયન્સ અને ઈસ્લામ પ.બેંકિંગ વ્યવહાર ૬.સ્પોકન ઈંગ્લિશ અને કોમ્યુનિકેશન સ્કિલ ૭.હેલ્થ અવેરનેસ પર એક્સપર્ટ દ્વારા તાલીમ – જ્ઞાન આપવામાં આવેલ. આ કેમ્પમાં મુખ્ય સ્પીકર તરીકે પ્રક્ષાબેન ભટ્ટ, ડૉ.નેહાબેન આચાર્ય, સોહાબેન ખેરાની, કરિશ્માબેન સમા, નિલોફરબેન બક્ષી, રેહાનાબેન, ખેરૂન્નીશાબેન ખાન પોતાનું એકસપર્ટ જ્ઞાન આપેલ. તેમજ સમગ્ર કેમ્પનું આયોજન કરિશ્માબેન સમા, એડવોકેટ જૈનબબેન ખફી (કોર્પોરેટર), નિલોફરબેન બક્ષી, યાશ્મીનબેન, કુંગડા, રૂખસારબેન ક્કલ, મ.બિલાલ વાડીવાલા, નિઝામ તવક્કલ, વસીમ સોરઠીયા, ઈમરાનખાન, અઝીમખાન (ભાઈજાન) (પ્રમુખ- દુઆ ફાઉન્ડેશન) વગેરે જહેમત ઉઠાવેલ. મુખ્ય મહેમાન તરીકે પ્રતિભાબેન કનખરા (મેયર  જામનગર), ફરીદાબેન (પી.એસ.આઈ.), રચનાબેન નંદાનિયા (કોર્પોરેટર), જેતુનબેન રાઠોડ (કોર્પોરેટર), જ્યોતિબા સોઢા (પ્રમુખ-મહિલા કોંગ્રેસ જામનગર), સહારાબેન મકવાણા (પ્રમુખ- રોટરી કલબ ઓફ સેનોરાઝ), શેતલબેન સેઠ, ઝુબેદાબેન (રોઝી સ્કૂલ), એડવોકેટ આબેદા બેન કાદરી, એડવોકેટ બેનઝીરબેન જુણેજા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version