કોડીનાર,તા.૧૯
કોડીનાર નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીની આજે મતગણતરી થતા ભાજપે ર૮માંથી ર૪ બેઠકો કબજે કરી રર વર્ષનું શાસન જાળવી રાખ્યું હતું. જયારે કોડીનાર વિધાનસભા બેઠક જીતી આત્મવિશ્વાસમાં રહેલ કોંગ્રેસના હાલ ફકત ૪ બેઠક જ આવતા કોંગ્રેસના સુપડા સાફ થયા છે.
કોડીનાર નગરપાલિકાની સજજડ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે થયેલી મતગણતરીમાં વોર્ડ નં.૧માં ભાજપની પેનલ જયારે વોર્ડ નં.રમાં ૩ બેઠક ભાજપ અને ૧મા કોંગ્રેસ જયારે વોર્ડ નં.૩-૪ અને પમા ભાજપની પેનલનો વિજય થયો છે. જયારે વોર્ડ નં.૬ માં ભાજપ કોંગ્રેસ બંનેને ર-ર બેઠકો અને વોર્ડ નં.૭માં ભાજપ-૩ અને કોંગ્રેસની ૧ બેઠક ઉપર વિજય થયો છે. આમ કુલ ૭ વોર્ડની ર૮ બેઠકોમાં ભાજપે ર૪ અને કોંગ્રેસે ૪ બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. જયારે તમામ ૯ અપક્ષ ૪ બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. જયારે તમામ ૯ અપક્ષ ઉમેદવારોનો કારમો પરાજય થયો છે.
જયારે કોંગ્રેસ પક્ષે વોર્ડ નં.૧ની મતગણતરી અભિયાન ઈવીએમ સાથે ચેડા થયાની શંકા સાથે મતગણતરીનો બહિષ્કાર કરી તમામ વોર્ડના કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી નાયબ કલેકટર પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી મતગણતરી પ્રક્રિયાનો વિરોધ વ્યકત કરી બેલેટ પેપરથી ફેર મતદાન કરવાની માગણી કરી તમામ ઉમેવારોએ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અંગે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે કોડીનાર ખાતે ઈવીએમ લવાયા બાદ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના નામ નખાયા બાદ દરેક લોકોએ સીલ કર્યા હતા. મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ દ્વારા ઈવીએમ મશીન, સ્ટ્રોંગ રૂમ અને સ્ટ્રોંગ રૂમની બારીઓને પણ ચૂંટણી પંચના સિલ સાથે સિલ કરી હતી. જે આજે ગણતરીના દિવસે તમામ ઉમેદવારોની હાજરીમાં વીડિયો ગ્રાફી કરી.
કોડીનાર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ૮ મુસ્લિમ ઉમેદવારો હાર્યા જ્યારે ભાજપના ૮ મુસ્લિમ સભ્યો ચૂંટાયા
કોડીનાર નગરપાલિકાની યોજાયેલી મતગણતરીમાં ભાજપના ૯ મુસ્લિમ ઉમેદવારો પૈકી ૮ મુસ્લિમો ભારે જંગી લીડથી ચૂંટાયા છે. જયારે કોંગ્રેસના તમામ ૮ મુસ્લિમો ચૂંટણીમાં કારમો પરાજય થયો છે. ભાજપની વોર્ડ નં.રની મુસ્લિમ મહિલા ઉમેદવાર શાહીનાબેન આસીફ શેખે કોંગ્રેસના ઉમેદવાર કરતા વધુ મત મેળવ્યા હોવા છતાં અનામત બેઠકના કારણે તેમને પરાજીત જાહેર કરાતા શાહીનાબેને જીત છતા હારનો સામનો કરવો પડયો છે. તાલુકા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોમાં વોર્ડ નં.૩માં અલીરઝા (જાહીદ બાપુ) સગીર હુસેન નકવી-કુલસન અનિસ પાણાવઢું-દાદાબાપુ ટાવરબાપુ કાદરી ફાતમાબેન, રફીક જુણેજા અને વોર્ડ નં.૪મા ઈકબાલખાન દાઉદખાન પઠાણ, વોર્ડ નં.પમા નિલમ બસીર શેખ- સાજીદબાપુ ભીખુબાપુ કાદરી અને વોર્ડ નં.૭મા રૂકસાનાબેન જાવિદભાઈ જુણેજાનો ભવ્ય વિજય થયો છે.
વોર્ડ નં.ર અને વોર્ડ નં.૭માં ભાજપના ઉમેદવારને વધુ મત મળ્યા હોવા છતાં હારેલા જાહેર થતાં આશ્ચર્ય !
કોડીનાર નગરપાલિકાની મતગણતરીમાં વોર્ડ નં.ર અને વોર્ડ નં.૭મા ભાજપના ઉમેદવારોને હરીફો કરતા વધુ મત મળ્યા હોવા છતાં રાજય ચૂંટણી આયોગ નગરપાલિકા ચૂંટણી અધિકારી હેન્ડ બુક ર૦૧૭ મુજબ વોર્ડ નં.રમાં ભાજપના શાહીનાબેન આસીફ શેખને ૧૦૯૧ મત મળ્યા હોવા છતાં કોંગ્રેસના બચુ કાનાભાઈ બારડને ૮૧૮ મત મળ્યા છતાં પછાત વર્ગ બેઠક માટે અનામત રખાયેલ બેઠક ઉપર વિજેતા જાહેર કર્યા હતા. જયારે વોર્ડ નં.૭માં ભાજપના વર્ષાબેન અશ્વિનભાઈ બારડને ૧૮૬૦ મત મળ્યા હોવા છતાં કોંગ્રેસના ભરતકુમાર નાથાભાઈને માત્ર પ૭૬ જ મત મળ્યા છતાં તેમને અનુસુચિત જાતિ બેઠક માટે અનામત રખાયેલ બેઠક ઉપર વિજેતા હાજર કરાયા હતા, ચૂંટણીપંચના આ નિયમો કોઈને ન સમજાતા મતગણતરી સ્થળ ઉપર હાજર લોકો આશ્ચર્યચકિત થયા હતા.