બોડેલી, તા.૧૩
બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતા યુવાન ખત્રી સાદીકે કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લઈ બ્રોંઝ મેડલ મેળવતા સમાજ તેમજ બોડેલી નગરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
તાજેતરમાં વડોદરાના શમા ઈનડોર સ્ટેડિયમ ખાતે ૮માં નેશનલ શીતોર્યું કરાટે ચેમ્પિયનશિપ ર૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લાના જે.ટી.એ. સ્પોર્ટસ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમીના ચાર વિદ્યાર્થીઓ હતા જેમાં સોની અકસત ચિરાગભાઈ એ અંડર ૧૩ વેઈટ કેટેગરી કુમિતેમાં ભાગ લઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો અને સાદીક અખ્તરહુસેન ખત્રી એ અબોવ ૧૮ની કેટેગરી કુમિતેમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવી છોટાઉદેપુર જિલ્લાનું અને એકેડમીનું નામ રોશન કર્યું છે જે બાબતે બોડેલીના સાદીક ખત્રીના પરિવાર તેમજ નગરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ મેડલ મેળવનાર સોની અકસત ચિરાગભાઈ, સાદીક અખ્તરહુસેન ખત્રી તથા એકેડમીના કોચ જાબીરહુસેન એન. મલેક અને તેઓના માસ્ટરને લોકોએ બિરદાવ્યા હતા.