હરભજનસિંહે અનિલ કુમ્બલેને પત્ર લખ્યો
તા.૧૮
હાલ ટીમ ઈન્ડિયામાંથી દૂર થયેલા હરભજનસિંહે ડોમેસ્ટીક ક્રિકેટરની આર્થિક સ્થિતિ અંગે વિચારણા કરવા અને દેશના રણજી ક્રિકેટરોની મેચ ફીમાં વધારો કરવા માટે મુખ્ય કોચ અનિલ કુમ્બલેને આ મુદ્દો સીઓએ સમક્ષ ઉઠાવવા ભલામણ કરી છે. કુમ્બલે ર૧મીએ સીઓએના સભ્યો સામે બેઠક કરવાના છે. બેઠકમાં ભારતીય ક્રિકેટરની કોન્ટ્રાક્ટની રકમ તથા ગ્રેડેશન પર વિચારણા કરવા રજૂઆત કરવાના છે. હાલમાં ભારતીય ક્રિકેટરોને ગ્રેડ મુજબ બે કરોડ, એક કરોડ અને પ૦ લાખ રૂપિયાના કરાર મળ્યા છે. ભારત માટે ટેસ્ટ અને વન-ડે રમનારા અને આઈપીએલમાં રમતા ખેલાડીઓને સારી આવક થતી હોય છે પરંતુ માત્ર રણજી ટ્રોફી રમતા ખેલાડીઓને મેચ ફીની ઘણી ઓછી રકમ મળે છે. તેમને મેચ દીઠ ૧.પ લાખ મળે છે જેની તુલનામાં ટેસ્ટ રમનારને ૧પ લાખ રૂપિયાની ફી મળે છે. ભજ્જીને આ વાત સમજાતી નથી કે બોર્ડની પેમેન્ટ સિસ્ટમમાં ર૦૦૪ બાદ કોઈ ફેરફાર થયો નથી.