(એજન્સી) કાઠમંડુ, તા.૧૩
નેપાળમાં કાઠમંડુ વિમાની મથકે મુસાફર વિમાનો તૂટી પડવાના બનાવોએ ફરી એકવાર નેપાળના ઉડ્ડયન મંત્રાલયના સલામતીના રેકોર્ડ સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. હિમાલયન દેશમાં એર ટ્રાવેલ વિખ્યાત છે પરંતુ પર્વતોની હારમાળામાં નબળું સંચાલન અને વિમાનો માટે ઓછા રોકાણ, આંતરિક માળખાગત સુવિધાઓની ખામીઓથી વર્ષોથી મોટાપાયે વિમાની અકસ્માતો સર્જાઈ રહ્યા છે. નેપાળમાં ઉડ્ડયન પહેલાં પાંચ બાબતો જાણવી જરૂરી છે.
– નબળો રાષ્ટ્રીય રેકોર્ડ – છેલ્લા ૩ દશકમાં ર૭ ઘાતક વિમાન અકસ્માતો સર્જાયા છે જે દર વર્ષે સરરેરાશ ૧ છે. તેમ એક સ્વતંત્ર એવિએશન સેફટી નેટવર્ક ડેટાબેઝ દ્વારા કહેવાયું છે. છેલ્લા એક દશકમાં ર૦ વિમાન અકસ્માતો સર્જાયા છે. તેના તમામ વિમાનોને યુરોપિયન એરસ્પેસ પર ઉડ્ડયન પર પ્રતિબંધ છે. નાના વિમાની મથકોએ વિમાનો અકસ્માતનો ભોગ બન્યા છે. જે હવાઈમથકે નાની પટ્ટીના કારણે થયા છે. કાઠમંડુના એરપોર્ટ પર સિંગલ રન-વે પર ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ વિમાનો ઉડે છે. ૧૯૯રમાં કાઠમંડુમાં બે વિમાનો અકસ્માતનો ભોગ બન્યા હતા. કેપિટલ ઓવર સ્ટ્રેચડ – એવિએશનના નિષ્ણાંતો માને છે કે પહાડી અને દુર્ગભ વિસ્તાર તે માટે જવાબદાર છે જે દરિયાથી ૧૩૩૮ મીટર ઉંચો છે જેથી વિમાનોને આકાશમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
રોકાણની ખોટ : નેપાળમાં ઉડ્ડયન ક્ષેત્રે રોકાણ બહુ જ થોડું છે. જે કોમર્સિયલ ઉડ્ડયનો માટે પૂરતું નથી. ૧૧ ડોમેસ્ટીક એરલાઈન્સ છે, પ્રવાસીઓ માટે પોકહારા અને લુમ્બીનીમાં આંતરરાષ્ટ્રીય વિમાની સેવા વિકસાવવા એરપોર્ટને અપગ્રેડ કરવાની યોજના છે.
પર્વતીય લેન્ડીંગ : મોટાભાગના અકસ્માતો કાઠમંડુમાં થાય છે. હવાઈપટ્ટી સિંગલ હોવાથી પાઈલોટ માટે વિમાનનું ઉતરાણ ખૂબ જ મુશ્કેલ બને છે. માઉન્ટ એવરેસ્ટનું પ્રવેશદ્વાર લુકલા ખાતેનું હવાઈમથક ખતરારૂપ છે. જે સાંકળા પહાડો વચ્ચેથી પ૦૦ મીટરના રન-વે પર વિમાન ઉતારવાનું પાઈલોટ માટે પડકારરૂપ છે.
લુકલામાં ર૦૦૮માં મુસાફર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું
પાઠ શીખ્યા નથી : નેપાળમાં વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થયાની તપાસના અહેવાલો બાદ પણ તંત્ર તેની ભલામણોને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યંુ છે.
યુકે સ્થિત ઉડ્ડયન નિષ્ણાંત એન્ડ્રુ બ્લોકીએ કહ્યું કે, ર૦૧૬માં નેપાળમાં વિમાન દુર્ઘટનાની તપાસમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. નેપાળ સરકારની નાણાંકીય સ્થિતિ નબળી હોવાથી તેઓ ખર્ચાળ તપાસો પાછળ ઓછા નાણાં ખર્ચ કરે છે.