(એજન્સી) બલરામપુર, તા.૧૯
દેશમાં ધર્મના નામે જેટલી પણ ધ્રુણા ફેલાવવામાં આવતી હોય પરંતુ આપણને તેવા દાખલા જોવા અથવા સાંભળવા મળી જાય છે. જેનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભારતના હિન્દુ-મુસ્લિમોને કોઈ અલગ નહીં કરી શકે. તેઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે વર્ષો જૂની બંધૂત્વની ઈમારતને તોડી પાડવી અશક્ય છે. તમામ દુઃખ અને મુશ્કેલીઓનો અહીંના લોકોએ એકસાથે સામનો કર્યો છે અને એકબીજાની હંમેશા મદદ કરી છે. હવે પોતાનો જીવ જોખમમાં મૂકીને એક હિન્દુ યુવકને બચાવનારા બલરામપુરના મુસ્લિમોએ એક ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. હકીકતમાં થોડા દિવસ અગાઉ એક યુવકે શહેરના અંધ્યારીબાગ કબ્રસ્તાન પાસે બનેલા સુઆઓ પુલ પરથી ઊંડા પાણીમાં છલાંગ મારી. પરંતુ તેને કૂદતી વખતે મોહમ્મદ નફીસ નામના યુવકે જોઈ લીધો અને બુમો પાડવાનું શરૂ કરી દીધું. અવાજ સાંભળીને ઈફતારી કરવા બેઠેલા તમામ રોઝદારો પુલ તરફ ભાગ્યા અને પાણીમાં ડૂબી રહેલા યુવાનનો જીવ બચાવવાના પ્રયત્નો કરવા લાગ્યા. ત્યારબાદ તેણે ઘણી મુશ્કેલીઓ પછી કેટલાક મુસ્લિમ યુવકોને પાણીમાં ઉતારીને ડૂબતા યુવકના શરીર પર મોટી માત્રામાં જડો ચોંટી ગઈ હતી જે યુવકના શરીરમાં ઘૂસી રહી હતી. જેના કારણે તે યુવક ઘાયલ પણ થઈ ગયો હતો. જો કે પાણીમાંથી બહાર આવ્યા બાદ થોડો ભાનમાં આવ્યો પરંતુ તે પોતાની ઓળખ યોગ્ય રીતે જણાવી શકતો ન હતો. ક્યારેક પોતાનું નામ રાજકુમાર જણાવતો તો ક્યારેક અભિષેક. તેના હાથમાં એક લાલ રંગનો દોરો હતો અને એક નાની માળા હાથમાં લપેટાયેલી હતી જેનાથી તે અનુમાન લગાવવું મુશ્કેલ ન હતું કે તે યુવક હિન્દુ છે. જો કે તે નશામાં ધૂત હતો અને કોઈપણ પ્રશ્નનો જવાબ યોગ્ય રીતે આપી શકતો ન હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર યુવકના પાણીમાં કૂદવાની સૂચના કોતવાલી નગર પોલીસ સ્ટેશનને આપવામાં આવી પરંતુ એક કલાક વીતી ગયા પછી પણ ઘટના સ્થળે કોઈપણ પોલીસકર્મી હાજર ન થયા જે પછી ઘટનાની સૂચના પોલીસ અધિક્ષકને આપવામાં આવી ત્યારપછી ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી.
5
0.5
1.5