(એજન્સી) તા.ર૯
એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સ્થગિત થયેલા બધા કેસોમાં જ્યાં દિવાની અને ફોજદારી કાર્યવાહી વિરૂદ્ધ સ્ટે લાવવામાં આવ્યો છે તે બધા કેસોમાં આજથી સ્ટે લાવવાના છ મહિના પછી સ્ટેની મુદ્દત પૂરી થઈ જશે અને કેટલાક અપવાદરૂપ કેસોમાં મૌખિક આદેશ વડે આ સ્ટેની મુદ્દત વધારી શકાશે.
જસ્ટિસ આધાર કુમાર ગોયલના નેતૃત્વવાળી ત્રણ જજોની ખંડપીઠે કહ્યું હતુંં કે, જ્યારે ભવિષ્યમાં સ્ટે લાગુ કરવામાં આવશે ત્યારે તે સ્ટેની મુદ્દત પણ છ મહિનામાં પૂરી થઈ જશે અને તેને વધારવા માટે મૌખિક આદેશ આપવો પડશે.
આ ઉપરાંત મૌખિક આદેશ માટે પણ સ્પષ્ટતા કરવામાં આવી કે મૌખિક આદેશ એ દર્શાવવું જોઈએ કે, આ કેસ અપવાદરૂપ છે અને તેની કાર્યવાહી કરતાં તેના પર સ્ટે વધારે અગત્યનું છે. આ ખંડપીઠે કહ્યું હતુંં કે, ટ્રાયલ કોર્ટ કે જ્યાં દિવાની અને ફોજદારી કાર્યવાહી પર સ્ટે લાવવામાં આવ્યું હોય તે સ્ટેના આદેશથી છ મહિના પછીની તાલીમ નક્કી ન કરે કે જેથી સ્ટેની મુદ્દત પૂરી થયા પછી કાર્યવાહી શરૂ કરી શકાય જ્યાં સુધી સ્ટે લંબાવવાનો આદેશ ન મળે ત્યાં સુધી કાર્યવાહી કરી શકાય.