અમદાવાદ, તા.૩
રાજ્યભરમાં ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. ગરમ અને સૂકા પવનો ફૂંકાવાના પરિણામે લૂ લાગવા સહિતના કેસોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીને કારણે છેલ્લા દસ દિવસોમાં ઈમરજન્સી કોલની સંખ્યામાં વધારો થયો છે. ૧૦૮માં જ રોજના ૩૦૦૦થી વધુ કોલ આવતા હોય છે ત્યારે ગરમીના કારણે પેટમાં દુખાવો, બ્લડ પ્રેશર, છાતીમાં દુખાવો, ડી હાઈડ્રેશન, ઉલ્ટી થવી, બેભાન થઈ જવું જેવા કેસોમાં વધારો થયો છે ત્યારે બાળકો, વૃદ્ધો અને સગર્ભા બહેનોને ખાસ તકેદારી રાખવાનું તબીબો સૂચવી રહ્યા છે. રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે. કાળ-ઝાળ ગરમીને પરિણામે લૂ લાગવાથી લઈ, પેટમાં દુખાવો, બ્લડપ્રેશર, છાતીમાં દુખાવો, નસકોરી ફૂટવી, ડી હાઈડ્રેશન, બેભાન થઈ જવું, ઉલ્ટી થવી જેવા ઈમરજન્સીના કેસોમાં રાજ્યભરમાં વધારો થયો છે ત્યારે તબીબો પણ ગરીમીથી બચવા અને જરૂરી કામ સિવાય ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમ જણાવી રહ્યા છે. આજે રાજ્યમાં સુરેન્દ્રનગરમાં પારો ૪૧.૧ ડિગ્રી જ્યારે અમરેલીમાં ૪૧.૦, કંડલા ૪૦.૬, રાજકોટ ૪૦.પ, ભૂજમાં ૪૦.૪, વડોદરામાં ૪૦.૦, ગાંધીનગરમાં ૩૯.૮, ડીસામાં ૩૯.૬, અમદાવાદમાં ૩૯.પ, આણંદ ૩૮.૬ અને સુરતમાં મહત્તમ તાપમાન ૩૮.૬ નોંધાયું હતું જ્યારે આગામી દિવસોમાં તાપમાનમાં ૧થી ર ડિગ્રીની સામાન્ય વધઘટ જોવા મળશે જ્યારે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૧.૧
અમરેલી ૪૧.૦
કંડલા ૪૦.૬
રાજકોટ ૪૦.પ
ભૂજ ૪૦.૪
વડોદરા ૪૦.૦
ગાંધીનગર ૩૯.૮
ડીસા ૩૯.૬
અમદાવાદ ૩૯.પ
આણંદ ૩૮.૬
સુરત ૩૮.૬