બેંગ્લોર,તા. ૧૨
બેંગ્લોરમાં આવતીકાલે હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયરલીગની અતિ મહત્વપૂર્ણ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગ્લોરની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટકરાશે. બેંગ્લોર માટે આ મેચ વધારે મહત્વપૂર્ણ છે. કારણ કે, વિરાટ કોહલી, ડિવિલિયર્સ અને અન્ય ઘણા સ્ટાર ખેલાડીઓની ઉપસ્થિતિ હોવા છતાં બેંગ્લોરને કોલકાતા સામે ચાર વિકેટે હાર થઇ હતી જ્યારે પંજાબે પોતાની પ્રથમ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. બેંગ્લોરની ટીમ પોતાના નિરાશાજનક દેખાવને ભુલી જઇને જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે. ટીમના તમામ ખેલાડીઓ મેચને લઇને જોરદાર પ્રેક્ટિસ કરી ચુક્યા છે. આવતીકાલની મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.
અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવસ્મીથ અને ડેવિડ વોરનર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નથી. આવતીકાલે રમાનારી મેચનુ રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. હાલમાં પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ બન્ને મેચો જીતીને પ્રથમ સ્થાન પર છે. બન્ને ટીમો નીચે મુજબ છે.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી (કેપ્ટન), અલી, એન્ડરસન, એમ અશ્વિન, વાયએસ ચહેલ, એ ચૌધરી, ગ્રાન્ડહોમ, ડીકોક, દેશપાંડે, ડિવિલિયર્સ, જોશી, ખાન, ખેરજોલિયા, મેક્કુલમ, મનદીપ, સિરાજ, નેગી, પાર્થિવ પટેલ, સૈની, સાઉથી, વ્હોરા, વોશિંગ્ટન સુંદર, વોક્સ, ઉમેશ યાદવ.
કિંગ્સ ઇલેવન પંજાબ : અશ્વિન (કેપ્ટન), નાથ, અગ્રવાલ, ડગર, દ્વારસુસ, ફિન્ચ, ગેઇલ, મંજુર દાર, મિલર, રહેમાન, કેકે નાયર, પટેલ, રાહુલ, રાજપૂત, સાહૂ, શર્મા, શરણ, સ્ટેનોઇસ, એમકે તિવારી, ટાઈ, યુવરાજ.