(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૨
પેટલાદ તાલુકાનાં પંડોળીનાં ચકચારી કિડની કૌભાંડનાં આરોપી જાવેદખાનની તપાસ કરતા સીટનાં ડીવાયએસપીએ ગઈકાલે પેટલાદની કોર્ટમાંથી ૨૪ કલાકની પોલીસ કસ્ટડી મેળવી તેની કિડની કેસમાં ધરપકડ કર્યા બાદ આજે પેટલાદની કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસનાં રીમાન્ડની માંગણી કરતા કોર્ટએ ચાર દિવસનાં રીમાન્ડ મંજુર કરતા સીટ દ્વારા તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર પંડોળીનાં ચકચારી કિડની કૌંભાડનાં આરોપી જાવેદખાનને ગઈકાલે દહેરાદુન પોલીસે પેટલાદની જયુડીશલ ફર્સ્ટકલાસ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરતા તપાસ કરતી સીટએ તેની પોલીસ કસ્ટડીની માંગણી કરતા કોર્ટ દ્વારા આરોપી જાવેદખાન સરવરખાન રહે.મુંબઈને ૨૪ કલાકની પોલીસ કસ્ટડીમાં સોંપતા તપાસ કરતી સીટનાં ડીવાયએસપી બી ડી જાડેજાએ તેની પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા કીડની કૌભાંડનાં ગુનામાં ધરપકડ કરી આજે પેટલાદની કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસનાં રીમાન્ડની માંગણી કરતા કોર્ટએ આરોપી જાવેદખાનનાં આગામી તા.૧૬મી એપ્રીલ સુધીનાં ચાર દિવસનાં રીમાન્ડ મંજુર કરતા પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.