(એજન્સી) નવી દિલ્હી,તા. ૧૬
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં કઠુઆ ગેંગરેપ અને હત્યા કેસને રાજ્યની કોર્ટ પાસેથી લઈને ચંદીગઢ ખસેડવાની માંગને મંજુરી આપવી જોઈએ કે કેમ તે અંગે ૨૭મી એપ્રિલ સુધી જવાબ આપવા જમ્મુ કાશ્મીર સરકારને આજે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. આ કેસને રાજ્યની બહાર ખસેડવાની માંગ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી મહીનામાં કઠુઆમાં આઠ વર્ષીય બાળકી પર બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાના મામલામાં વકીલ અને પરિવારની સુરક્ષાની ખાતરી કરવા રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો હતો. આઠ વર્ષીય બાળકીયના પિત્તા દ્વારા આજે અગાઉ અરજી દાખલ કરવામાં આવી હતી. પિતાએ પરિવારની સુરક્ષા માટે માંગ કરી હતી. તેમનું પ્રતિનિધિત્વ કરતા વકીલોની સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. વધુમાં તેમની અરજીમાં જુવેનાઈલ હોમમાં સુરક્ષાને વધારવાની પણ માંગ કરી છે. જુવેનાઈલ હોમમાં નાના આરોપીઓને રાખવામાં આવેલા છે. પિતાએ બળાત્કાર અને હત્યાના કેસમાં સંપૂર્ણ તપાસ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપે તેવી માંગ પણ કરવામાં આવી છે. ભોગ બનેલા પરિવાર તરફથી કેસ લડી રહેલી વકીલ દિપીકા રાજાવતે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે પરિવારને સુરક્ષા આપવા માટે સત્તાવાળાઓને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે પુરતી સુરક્ષા આપવા માટે સુચના આપી છે. બાળકીની માતાએ આજે કહ્યું હતું કે, તેમના પરિવારને સતત ધમકીઓ મળી રહી છે. સુરક્ષા આપવામાં આવે તે જરૂરી છે. અપરાધીઓ માટે મૃત્યુદંડની સજાની માંગ પણ કરવામાં આવી હતી. બીજી બાજુ આ ચકચારી કેસમાં નવી નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે. આ કેસમાં આઠ આરોપીઓ રહેલા છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે. જેમાં જુદા જુદા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આઠ આરોપીઓ ઉપર હવે સંકજો હવે મજબુત થઈ ચુકે છે. આ આરોપીઓની યાદીમાં કઠુઆમાં ગામના નાનકડા મદિરના રખેવાળ સાંજી રામ મુખ્ય કાવતરા ખોર તરીકે છે. ગુનામાં આઠ આરોપી ધરપકડ હેઠળ આવી ગયા છે. બીજી બાજુ નિર્ભયા કેસમાં પિડીતાની માતાએ કહ્યું છે કે, જો ૨૦૧૨ના ગેંગરેપ કેસમાં અપરાધીઓને ફાંસી આપવામાં આવી હોત તો કઠુઆ અને ઉનાવ જેવા રેપના કેસ ન થયા હોત.