(એજન્સી) તા.૧૬
હવે કર્મચારીઓનાી પગાર પર પણ જીએસટીનો અસર જોવા મળશે. એક સમાચારપત્રે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે, આ અસરને લીધે દેશભરની કંપનીઓ એમના કર્મચારીઓના પગાર પેકેજમાં નોંધપાત્ર ફેરફારની તૈયારીઓ કરી રહી છે કારણ કે હવે કર્મચારીઓનું પગાર બ્રેકઅપ કંપનીઓને ભારે પડી શકે છે. ઘરનું ભાડું, મોબાઈલ અને ટેલિફોન બિલ, હેલ્થ ઈન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવા પગાર બ્રેકઅપ જો જીએસટી અંતર્ગત આવી જશે તો કંપનીઓ એ કર્મચારીઓના પગાર પેકેજ ફરીથી નક્કી કરવા પડશે. ટેક્ષ જાણકારોએ કંપનીઓને સલાહ આપવાનું શરૂ કરી દીધું છે કે તે તેના એચઆર વિભાગને કર્મચારીના પગાર બ્રેકઅપને નવેસરથી સમજવા માટે આદેશ આપે. ઉલ્લેખનીય છે કે, ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (એએઆર)એ તાજેતરમાં આપેલા એક નિર્ણય પછી કંપનીઓ કર્મચારીના પગારને લઈ જાગૃત થઈ ગઈ છે. તે ટેક્ષ બચાવવા માટે નવા પગાર બ્રેકઅપ પર કામ કરી રહી છે. એએઆર દ્વારા એક ખાસ કેસમાં નિર્ણય આપવામાં આવ્યો છે કે, કંપનીઓ કેન્ટીન ચાર્જ નામે કર્મચારીના પગારમાંથી જે રકમ કાપે છે તે જીએસટીના માળખામાં આવશે. આ નિર્ણય પછી જાણકારોનું માનવું છે કે, કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતી સુવિધાઓ જેના બદલામાં પગારમાંથી રકમ કાપવામાં આવે છે તેનો સમાવેશ જીએસટીના માળખામાં કરવામાં આવશે. જાણકારો પ્રમાણે કર્મચારીઓના પગારમાં એવા ઘણા બ્રેકઅપનો સમાવેશ થાય છે. જેના બદલામાં કંપનીઓ સેવાઓ પૂરી પાડતી હતી પરંતુ ટેક્ષ વિભાગ માટે આ સેવાઓ પર જીએસટીનો અનુમાન લગાવવું મુશ્કેલ હતું અને કંપનીઓ પોતાનું ટેક્ષ બચે તે રીતે પગાર બ્રેકઅપ તૈયાર કરતી હતી. જો કર્મચારીને આપવામાં આવતી સેવાઓનો જીએસટીમાં સમાવેશ જીએસટીમાં કરવામાં આવે તો કંપનીઓ આ જીએસટીને પણ કર્મચારીના કોસ્ટ ટુ કંપનીમાં જોડી દે જેથી તેના ટેક્ષ પર અસર ન પડે પરંતુ તેનાથી કર્મચારીઓના પગાર પર અસર પડશે તેમને કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ પર જીએસટી આપવું પડશે.