(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૬
સુરતના પાંડેસરા ગામે ૧૧ વર્ષીય બાળકીના હીચકારા મોતના મામલે આજે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિય આપતા જણાવ્યું હતું કે આ ઘટનામાં બાળકીની ઓળખ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે જો કે બાળકી પરપ્રાંતિય હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરવા મામલે ફરિયાદ થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ૩ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, આરોપીઓને કોઈ કાળે નહી છોડાય, સરકારે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે તપાસ તેજ બનાવી છે હાલ આરોપીઓ પોલીસ પકડની બહાર છે. પણ ઝડપથી પકડાઈ જશે. આ મામલામાં ભાજપની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા હરિશ ઠાકુર પર આક્ષેપો થવા મુદ્દે મંત્રીએ કહ્યું હતું કે સુરતમાં એબીવીપીમાં હરિશ ઠાકુર નામનો કોઈ કાર્યકર જ નથી.