મોડાસા, તા. ર૧
ભિલોડા તાલુકાના ભ્રહ્મપુરી ગામના જયદીપ સુરેશભાઈ પટેલને રાજસ્થાનના ઉદેપુર હિરણમગરી માં રહેતી સોનિયા કનૈયાલાલ કલાલ સાથે આંખ મળી જતા પ્રેમસંબંધમાં પરિણમતા બંનેએ પ્રેમલગ્ન કરી લેતા યુવતીના પરિવારજનોને યુવક સાથે પ્રેમલગ્ન મંજુર ન હોવાથી સમસમી ઉઠ્યા હતા અને આ અંગેની અદાવત રાખી યુવતીના માતા પિતા કનૈયાલાલ કલાલ અને કુરીબેન કનૈયાલાલ કલાલ તથા તેના સગા-સબંધી હવચંદ કલાલ (રહે,ઓડા,ખેરવાડા),સવિતાબેન હીરાલાલ કલાલ (રહે,ગરમાલા,વીંછીવાડા),પુષ્પાબેન ઈશ્વરભાઈ કલાલ,ઈશ્વરભાઈ (રહે,ખેડા,ડુંગરપુર),તરુણભાઇ કલાલ (રહે,બીલડી,ડુંગરપુર), લલીતાબેન સંજયભાઈ પટેલ(રહે,અણસોલ.ભિલોડા) ભેગા મળી ત્રણ ગાડીઓ ભરી શુક્રવારે બપોરે પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા યુવકની માતા પ્રેમિલાબેન સુરેશભાઈ પટેલને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં તોડફોડ કરી કનૈયાલાલે દુકાનમાં રહેલું ત્રાજવું છૂટું મારી અને હવચંદભાઈએ ગડદાપાટુનો મારમારતા ભારે દેકારો મચી જતા આજુબાજુના મકાનોવાળા અને ગ્રામજનો દોડી આવતા યુવતીના પરિવારજનો અને સગા-સબંધી ફરાર થઈ જતા યુવકની માતા પ્રેમિલાબેને શામળાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.