(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.ર૩
ધોળકા તાલુકાના નેસડા ગામનો એક શખ્સ ૧૯ દિવસ અગાઉ ગૂમ થઈ ગયેલો. આ લાપતા શખ્સનું અપહરણ કરી હત્યા કરી લાશને રાજપીપળા નજીકના પોઈચા ખાતે લઈ જઈ દાટી દેવામાં આવી હોવાનો પોલીસ તપાસ દરમ્યાન પર્દાફાશ થતાં ધોળકા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ધોળકા પોલીસે અપહરણ કરી હત્યા કરનારા પાંચ આરોપીઓ પૈકી ત્રણની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે.
ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં તા.૦૯/૦૪/ર૦૧૮ના રોજ કલાક ૧૯ઃ૩૦ વાગ્યે એક જાણવા જોગ એ.નં-૧૯/૧૮ની નોંધાયેલી. જેમાં આપનાર ગીતાબેન ભરતભાઈ મકવાણા (રહે.નેસડા, તા.ધોળકા) એ પોલીસ સ્ટેશનમાં ખબર નોંધાવેલ કે તેમના પતિ ભરતભાઈ મનુભાઈ મકવાણા (ઉ.વ.૩ર) છુટક કડિયાકામ તથા કોન્ટ્રાક્ટનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેઓ ગઈ તા.૦પ/૦૪/ર૦૧૮ના રોજ સવારના કલાક ૮ઃ૦૦ વાગ્યાના સુમારે મોટરસાઈકલ લઈ કડિયાકામે ધોળકા જવા નિકળેલા બપોરે ઘરે રોજના જેમ જમવા આવતા હોય આ દિવસે નહીં આવતા તેમનો સંપર્ક કરતા મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવેલ અને કોઈ સંપર્ક થયેલ નહીં. જેથી તેઓની બે ત્રણ દિવસ સુધી તપાસ કરેલી પરંતુ કોઈ ભાળ મળેલી નહીં. આથી પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ ગુમ થયા સંબંધે જાહેરાત આપેલી, આ અંગેની તપાસ પોસઈ જી.એમ. પાવરાને સોંપેલી જેઓએ ખબર આપનાર ગીતાબેનની ઉંડાણપૂર્વક તપાસ કરતા આ કામે ગુમ થનાર ભરભભાઈ કડિયાકામના કોન્ટ્રાક્ટ સાથે નાણાકીય ધીરધારનું પણ કરતા હોય આજથી બે વર્ષ અગાઉ ગુમ થનાર ભરતભાઈએ કેલિયાવાસણામાં રહેતા પશાભાઈ ગલાભાઈ પરમારના મકાનનું રીપેરીંગ કામનો કોન્ટ્રાકટ રાખેલ. તેઓનું કામ પૂર્ણ કરી આપેલ. જે આધારે ભરતભાઈને પશાભાઈ સાથે સંબધો બંધાયેલા હતા. તેઓ કડિયાકામના કોન્ટ્રાક્ટ રાખતા હોય તેઓને અવાર-નવાર નાણાકીય જરૂરિયાત પડતી હોય આ પશાભાઈ પાસેથી તેઓ ઉછીના પાછીના નાણાં લાવતા અને કામ પુરૂ થયે આપી દેતા તેવો બંને વચ્ચે પૈસાની લેવડ-દેવડ વ્યવહાર ચાલતો હતો. ભરતભાઈએ પશાભાઈ પાસેથી ૧૦,૩૦,૦૦૦/- રૂપિયા ઉછીના લીધેલ. જે પરત આપવા થોડા સમય પહેલાં રૂા.૧૦,૦૦,૦૦૦/- નો ચેક લખી આપેલ. જે બાઉન્સ થયેલ, જેથી છેલ્લા થોડા સમયથી આ પસાભાઈ ગલાભાઈ પરમાર, જલાલપુર ગામના સરપંચ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ હીરાભાઈ પરમાર, કૌશીકભાઈ ઉર્ફે કનુભાઈ ખુશાલભાઈ પરમાર, નિલેશકુમાર ઉર્ફે ચકો મગનભાઈ પરમાર (તમામ રહે. જલાલપુર વજીફા, તા.ધોળકા) ગુમ થનારના નેસડાવાળા ઘરે અવાર-નવાર ઉઘરાણીએ ભરતભાઈને લીધેલા નાણાં પાછા આપવા બાબતે ધમકીઓ આપતા અને કહેતા હતા કે તમોએ પસાભાઈ પાસેથી જે હાથ ઉછીના આપેલા ૧૦,૩૦,૦૦૦/- રૂપિયા લીધા છે. તે પાછા આપી દો નહીં તો અમો તમારૂ જીવવાનું ભારે પાડી દેશું તેવી ધમકીઓ આપી જતા રહેતા હતા. જેથી આ ભરતભાઈને કદાચ આ ઉપરોક્ત ઈસમો જ અપહરણ કરી લઈ ગયેલા અને ક્યાંક ગુમ કરી દીધા હોય તેવો શક વહેમ હોવાનું જણાવેલ હોય જેથી આ બાબતે અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક આર.વી.અસારીની તથા અધિક પોલીસ અધિક્ષક મનોહસિંહ જાડેજાની સુચના મુજબ આ કામે ખબર આપનારના શંકા વહેમ આધારે ઉંડાણપૂર્વક તપાસ કરી ગુમ થનારને શોધી કાઢવા તેઓના માર્ગદર્શન મુજબ આ શકદારો અંગે તપાસ કરતા શકદારોને લાવી વિશેષ પુછપરછ કરતા તેઓએ ગુનાનો એકરાર કરી લીધેલ અને આ ગુમ થનાર ભરતભાઈને તા.૦પ/૦૪/ર૦૧૮ના રોજ સવારના કલાક ૮ઃ૧પ વાગ્યાની આસપાસ વટામણ ચોકડીએથી અપહરણ કરી જુવાલ રૂપાવટી ગામની સીમમાં એક બોર કુવાની ઓરડીમાં લાવેલા અને ઓરડીમાં પૂરી ગોંધી રાખેલ અને માર મારી ગળે ફાંસો આપી લાશને ક્યાંક સગે વગે કરવા રાત્રીના સમયે સરપંચ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈની ગાડીમાં લાશને મૂકી ચાણોદ નર્મદા નદીના પટમાં લાશને સળગાવી દાટી દીધેલ હોવાની માહિતી મળતા આ અંગે ખબર આપનારની ફરિયાદ નોંધી ધોળકા ટાઉન.પો.સ્ટે ગુ.ર.નં.૩૦/ર૦૧૮ ૈંઁઝ્ર કલમ ૩૦૨, ૩૬૪, ૩૬૫, ૧૨૦(બી), ૨૦૧ મુજબ આરોપી (૧) જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ હીરાભાઈ પરમાર (ર) કૌશીક ઉર્ફે કનુભાઈ ખુશાલભાઈ પરમાર (૩) નિલેશકુમાર ઉર્ફે મગનભાઈ પરમાર (૪) વિક્રમભાઈ પશાભાઈ પરમાર તમામ રહે.જલાલપુર વજીફા તા.ધોળકા (પ) પશાભાઈ ગલાભાઈ પરમાર મૂળ રહે.કેલિયાવાસણા તા.ધોળકા હાલ રહે.બાલકૃષ્લનગર નરોડા અમદાવાદની વિરૂદ્ધ ગુનો દાખલ કરેલો અને આ પૈકી (૧) જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ હીરાભાઈ પરમાર (ર) કૌશીક ઉર્ફે કનુભાઈ ખુશાલભા પરમાર (૩) વિક્રમભાઈ પશાભાઈ પરમાર (તમામ રહે.જલાલપુર વજીફા તા.ધોળકા)ને તા.રર/૦૪/ર૦૧૮ના રોજ મોડી રાતના અટક કરી તેઓને સાથે લઈ લાશની શોધખોળ કરતા લાશ રાજપીપળા પોલીસ સ્ટેશન જિ.નર્મદાના પોઈચા ગામે નર્મદા નદીના પટમાં આરોપીઓએ લઈ જઈ ખાડો કરી તેમાં રાખી તેના ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઈ અર્ધ બળેલ લાશને જમીનમાં દફનાવી દિધેલ જે લાશ બતાવતા લશનું સ્થળ ઉપર પેનલ ડોક્ટરથી પી.એમ. કરાવેલ છે. મરણ જનારની તેના ઘરવાળાઓએ ઓળખ કરતા લાશ તેઓને સોંપતા લાશની અંતિમવિધિ કરેલ છે. ભગતા ફરતા અન્ય આરોપીઓ ઝડપી લેવા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આરોપીઓને પોલીસ રીમાન્ડ મેળવેલ છે. આગળની તપાસ એલ.બી.તડવી પો.ઈન્સ. ધોળકા ટાઉન સંભાળી રહેલ છે.