ચાંગવોન, તા.ર૪
શહઝાર રિઝવીએ ૧૦ મીટર એર પિસ્ટલમાં રજતચંદ્રક સાથે અહિંયા ચાલી રહેલા ISSF વિશ્વકપમાં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો. માર્ચમાં મેક્સિકોમાં યોજાયેલ ISSF વિશ્વકપમાં પહેલીવાર ભાગ લેતા સુવર્ણચંદ્રક જીતનાર રિઝવી આ વખતે ફક્ત ૦.ર પોઈન્ટથી સુવર્ણચંદ્રક ચૂકી ગયો તેણે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ર૩૯.૮ પોઈન્ટ સાથે રજતચંદ્રક પોતાના નામે કર્યો. રશિયાના આતેમ ચેર્નોસોવએ ર૪૦ પોઈન્ટ સાથે સુવર્ણચંદ્રક જીત્યો, બ્રોન્ઝમેડલ બલોરિયાના દોનકોવએ જીત્યો જેણે ર૧૭.૧ પોઈન્ટ પ્રાપ્ત કર્યા પ્રથમ બે દિવસ ભારતીય શૂટર કોઈ ચંદ્રક જીતી શક્યા નહતા. ત્યારબાદ ભારતને મેડલ અપાવવાનો દારોમદાર રિઝવી ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સના ચંદ્રક વિજેતા જીતુ રાય અને ઓમ પ્રકાશ પર હતો રિઝવીએ ક્વોલિફાઈગમાં પ૮ર પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહેતા ફાઈનલમાં પ્રવેશ કર્યો જો કે ઓમ પ્રકાશ અને જીતુ રાયને નિરાશ થવું પડયું.