(એજન્સી) લખનૌ, તા.ર૪
ઉત્તરપ્રદેશના સાહિબાબાદમાં આવેલ મદ્રેસામાં ૧૧ વર્ષીય કિશોરીના કથિત અપહરણ અને બળાત્કારના આરોપમાં દિલ્હી પોલીસે સોમવારે ૧૭ વર્ષીય સગીરની ધરપકડ કરી હતી. ડીએસપી પંકજસિંઘે જણાવ્યું કે, આરોપી કિશોરને જુવેનાઈલ બોર્ડ સમક્ષ હાજર કરવામાં આવશે. સિંઘે જણાવ્યું કે, ગાઝીપુરથી કથિત રીતે ગુમ થયેલ છોકરીને પાછી મેળવવાની મદદ માંગવામાં આવતા દિલ્હી પોલીસની ટીમ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ પોલીસે કિશોરીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી હતી. કિશોરીના પિતાએ એવો દાવો કર્યો હતો કે, તેમની દીકરી ર૧ એપ્રિલથી ગુમ થઈ હતી. તે બજારમાંથી પરત ન ફરતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે, સીસીટીવી ફુટેજમાં ૧૭ વર્ષીય સગીર કિશોરીને રિક્ષામાં બસાડીને લઈ જતો હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. આરોપી કથિત રીતે કિશોરીને ઓળખતો હતો. પોલીસે દાવો કર્યો છે કે કિશોરીના ઘરના ફોન કોલ રેકોર્ડ પરથી આરોપીની વિગતો જાણવા મળી હતી. જેને આધારે આરોપીને શોધી કાઢવામાં તેમને મદદ મળી હતી.