ભરૂચ પોલીસનો હપ્તો માંગતા વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ એક ગાડીને પસાર કરવા માટે રૂપિયા ૨૦ ચા પાણીના માંગતા પોલીસ કર્મીના દ્રશ્યો કેમેરામાં કેદ થતા ભારે ખળભળાટ સાથે સમગ્ર બાબત પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી.
ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં એસ પી ઓફિસ રોડથી દહેગામ ચોકડી તરફ જવાના માર્ગ ઉપરનોઆ વાયરલ વીડિયો માનવામાં આવી રહ્યો છે. જેમાં સ્પષ્ટ પણે કેટલાક પોલીસ કર્મીઓ કોઈ વાહનને રસ્તા ઉપરથી પાસ કરવા માટે રૂપિયાની માંગણી બિન્દાસ અંદાજમાં કરી રહ્યા હોવાનું જણાઈ આવે છે.
વાયરલ વિડીયોમાં બાયપાસ ચોકડી તરફથી દહેગામ તરફ જતી છોટા હાથી ટેમ્પો માં સવાર બે લોકોને નાકાબંધીમાં ઉભેલા બે પોલીસ કર્મીઓ રોકે છે. જેમાં ટેમ્પા માં સવાર લોકો પોલીસ કર્મીને આગળ તો આપીને આવ્યા તેવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે. પરંતું પોલીસ કર્મી આગળના પોલીસ કર્મી પાસે મોકલે છે જે પોલીસ કર્મી આ વાહન તરફ આવી નાકાબંધી અઠવાડિયે એક જ વાર હોય છે તેમ જણાવી ચા પાણીના આપો તેવી માંગણી કરતા હોવાના દ્રશ્યો સ્પષ્ટ પણે કેમેરા માં કેદ થયા હતા તો બીજી તરફ ગાંધી છાપ નોટો પકડી ખુશ ખુશાલ પોલીસ કર્મી વાહન ચાલકને જવાનું કહી રહ્યા છે.અહીંયા ભરૂચ પોલીસની આબરૂના લીરેલીરા જાણે કે ૪૫ સેકન્ડના વાયરલ વીડિયોમાં ઉડી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે અને વાહન ચાલક આગળ આપીને આવેલા રૂપિયા અને હાલમેં ઉઘરાની કરતા દ્રશ્યો હપ્તા ખાઉં પોલીસની છાપ ઉભી કરતા હોય તેમ દેખાઈ આવે છે જાણે કે રૂપિયાના લીધે આ પોલીસ કર્મીઓ સુરક્ષા સાથે ખીલવાડ કરતા હોય તેમ લાગી રહ્યું છ કારણ કે અવાર નવાર અનેક વખત ચોંકાવનારી પવૃત્તિઓમાં ભરૂચનું નામ ખરાબ થવા પામ્યું છ અને જો જાહેરમાં નાકાબંધીના સમય ગાળામાં ફરજ દરમ્યાન જ આ પ્રકારની કોઈ પણ ચેકિંગ કામગીરી વગર હપ્તા ખાઉં સિસ્ટમના દ્રશ્યો આવતા રહયાતો ભરૂચની સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા હોય તે બાબત નકારી શકાય તેમ નથી.