ડીસા,તા.ર૪
આજ રોજ ડીસા તાલુકાના જૂનાડીસાના યુવાનનું બે દિવસ બાદ લગ્ન હોવાથી પોતાના ભાઈ સાથે પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે ડીસા તાલુકાના રમાણા ગામે બાઈક લઈને ગયો હતો. ત્યારે હાઈવે પર પુરપાટ ઝડપે આવતી ટ્રક નં.જીજે.૮ ક્યુ ર૬૭૬ ને બાઈક મપર સવાર પુનડીયા નિલેશ ઉર્ફે પિન્ટુ ઈશ્વરભાઈ (ઉ.વ.ર૪)નું ઘટના સ્થળે મોત નિપજયા પામ્યું હતું. જ્યારે બાઈક પર સવાર પુનડિયા મકાણભાઈ જીવણભાઈને ઈજાઓ થતા ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના સમાચાર મળતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ. માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યારે ઘાયલ યુવકને ડીસા સિવિલ સારવાળ માટે ખસેસડવામાં આવ્યો હતો. ઘટનાની સમાચાર મળતા જૂનાડીસા ગામમા ગમનો માહોલ છવાઈ ગયો હતો. બે દિવસ બાદ લગ્ન થનાર નિલેશ પુનડિયાનું મમાનક મોત થતા ઘરમા તથા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે.