મેઘરજ, તા. ર૪
રાજસ્થાન તરફથી મોટાપ્રમાણમાં વિદેશીદારૂ ગુજરાતમાં ઘુસેડવામાં બુટલેગરોમાં જાણે ખાખી વર્દીનો ખોફજ ના હોય તેમ બેફામ બન્યા છે થોડાક વર્ષો અગાઉ શામળાજીના પીએસઆઈ પર બુટલેગરોએ કાર ચઢાવી દઈ મોત ને ઘાટ ઉતારતા અને તેના ટૂંક સમય બાદ શામળાજીના બે કોન્સ્ટેબલો પર દારૂ ભરેલી કાર ચઢાવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી ફરાર થઈ જવાની શરમજનક ઘટનાઓ પછી સોમવારે મેઘરજ પોલીસમાં ફરજ બજાવતા ભાવેશ કુમાર જેશીંગ ભાઈ પર બાંઠીવાડાના સ્થાનિક બુટલેગર મુકેશ અને રામા રત્ના ડામોરને એક્ટિવા પર વિદેશી દારૂની ખેપ મારતા ઝડપી પડતા મુકેશ નામનો બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યા બાદ સાગરીતો સાથે લીંબોદરા ઘટના સ્થળે માર્શલ જીપ ગાડી ધસી આવી ભાવેશ નામના પોલીસ જવાનને કચડી નાખવાનો હિચકારો હુમલો કરતા પોલીસ જવાન માંડ માંડ જીવ બચાવમાં સફળ રહયો હતોે.
મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવેશ કુમાર જેશીંગભાઇ અને કુલદીપસિંહ કાનુસિંહ સોમવારે બપોરે મુડશી ગામ નજીક પ્રોહિબિશન વોચમાં ઉભા હતા ત્યારે બાંઠીવાડા ગામ તરફથી એક્ટિવા પર ગેરકાયદેસર વગર પાસ પરમિટનો વિદેશીદારૂ ની હેરાફેરી કરતા હોવાનું ધ્યાને પડતા પોલીસ વોચ જોઈ એક્ટિવા ચાલાક એક્ટિવા અન્ય માર્ગે દોડાવી મુકતા ભાવેશભાઈ અને કુલદીપસિંહ નામના પોલીસ જવાનોએ પીછો પોતાના પ્રાઈવેટ સ્કુટર કરતા લીંબોદરા ગામ નજીક ઝડપાઈ જતા એક્ટિવા ચાલક મુકેશ ડામોર ખેતરમાં ભાગી છૂટતા એક્ટિવા પાછળ બેઠેલ રોયાણીયા નો રામા રત્ના ડામોર ઝડપાતા સ્થળ પર પંચો બોલવાની કાર્યવાહી કરતા હતા ત્યારે બુટલેગર મુકેશ તેના સાગરીતો સાથે માર્શલ જીપમાં ધસી આવી ભાવેશ નામના પોલીસ જવાનને કચડીનાખી મારી નાખવાનો પ્રયત્ન કરતા સાઈડમાં કૂદી જઈ જીવ બચાવવા દોટ લગાવતા રમેશ ભાથીભાઈ ડામોર નામના શખ્સે પાછળથી લાકડી ફટકારી મારવા પાછળ પડતા માંડ માંકડ જીવ બચાવવામાં સફળતા મળી હતી બુટલેગર મુકેશ અને તેના સાગરીતો વિદેશીદારૂ સાથે ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ સાથે નાસી છૂટતા સમગ્ર ઘટનાની જાણ મેઘરજ પોલીસ ને કરતા મોટા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી જઈ બુટલેગર અને સાગરિતોનો પીછો કરતા એક્ટિવા અને મુદ્દામાલ રસ્તા પર મૂકી નાસી છૂટ્યા હતા મેઘરજ પોલીસે ભાવેશકુમાર જેશીંગભાઇ નામના પોલીસ જવાનની ફરિયાદ ના આધારે મુકેશ,ભાથી કુબેર ડામોર, રમેશ ભાથી ડામોર( તમામ રહે,બોઠીવાડા,મેઘરજ) અને નિલેશ રમેશ પગી (રહે,પહાડીયા મેઘરજ) અને અન્ય બે સાગરીતો વિરુદ્ધ ગુન્હો નોંધી નિલેશ રમેશ પગીને ઝડપી પાડી અન્ય શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.