Ahmedabad

હજયાત્રીઓએ બીજા હપ્તા સહિતની રકમ ર૩ મે સુધીમાં જમા કરાવવી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત હજયાત્રાએ જનારા જે હજયાત્રીઓએ અગાઉ પ્રમુખ હપ્તાની એડવાન્સ રકમ રૂા.૮૧૦૦૦ જમા કરાવી હશે તેઓએ બીજા હપ્તાની રકમ તા.ર૩/પ/ર૦૧૮ સુધીમાં બેંકમાં જમા કરાવી લેવા હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરી અને સચિવ આઈ.એમ. શેખએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના તા.ર૪/૪/ર૦૧૮ના સરક્યુલર નં.ર૦ તેમજ તે સંબંધિત સુધારા મુજબ અમદાવાદ એમ્બાર્કેશન પોઈન્ટથી રવાના થતા હજયાત્રિકોએ પ્રથમ હપ્તાની રકમ ભરી હશે તેમણે ગ્રીન કેટેગરી માટે ભરવાની કુલ રકમ રૂા.ર,૪૬,૯પ૦/-માંથી ભરેલ પ્રથમ હપ્તાની રકમ રૂા.૮૧,૦૦૦/- બાદ કરતા રૂા.૧,૬પ,૯પ૦/-ની બેલેન્સ રકમ ભરવાની થશે. જ્યારે અઝિઝિયા કેટેગરી માટે ભરવાની કુલ રકમ રૂા.ર,૧ર,૮૦૦/-માંથી ભરેલ પ્રથમ હપ્તાની રકમ રૂા.૮૧,૦૦૦/- બાદ કરતા રૂા.૧,૩૧,૮૦૦/-ની બેલેન્સ રકમ ભરવાની થશે.
આ ઉપરાંત “ઈન્ફન્ટ” હોય તો તે માટે રૂા.૧૧,૧૬૦/- ભરવાના થશે. કુર્બાની (અદાહી) માટે વિકલ્પ આપેલ હોય તો વધારાની રકમ રૂા.૮૦૦૦/- જમા કરાવવાની થશે. જે હજયાત્રિકો અગાઉ તેમના જીવનકાળ દરમિયાન ગમે ત્યારે હજ અથવા ઉમરાહ માટે ગયા હોય તેમણે સઉદી સરકારની સૂચના મુજબ સઉદી રિયાલ ર૦૦૦ પ્રમાણે રૂા.૩પ,ર૦ર/- વધારાના હજ કમિટી ઓફ ઈન્ડિયા, મારફત સઉદી સરકારને અચૂક ભરવાના રહેશે.
જે હજયાત્રિકોના નવા પાસપોર્ટ આવેલ હોય અને જેઓ આ વિગતો છૂપાવશે તો સઉદી સરકાર, સઉદી ખાતે ઈમિગ્રેશન ક્લિયર કરતાં પહેલાં આ રકમ સઉદી રિયાલ ર૦૦૦/- પૂરા ભરાવીને જ ઈમિગ્રેશન ક્લિયર કરશે અને તે પછી જ યાત્રિક સઉદી અરેબિયા ખાતે હજ માટે જઈ શકશે. સઉદી સરકાર તરફથી ક્રોસ ચેકીંગ માટે મક્કા ખાતે બાયોમેટ્રીક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેની હજયાત્રિકોએ નોંધ લેવા જણાવાયું છે.
ઉપરોક્ત સૂચના અનુસાર હજયાત્રીઓએ તેમણે ભરવાની થતી રકમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈ પણ શાખામાં હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩ર૧૭પ૦ર૦૦૧૦ “હ્લીી ્‌અી ૨૫” અથવા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની કોઈ પણ શાખામાંથી હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩૧૮૭૦ર૦૧૦૪૦૬૦૦૯ “ૐટ્ઠદ્ઘ ર્ઝ્રદ્બદ્બૈંીંીર્ ક ૈંહઙ્ઘૈટ્ઠ ૐટ્ઠદ્ઘ છર્દ્બેહં”માં ભરી શકાશે. આ રકમર્ ંહઙ્મૈહી ુુુ.રટ્ઠદ્ઘર્ષ્ઠદ્બદ્બૈંીંી.ર્ખ્તદૃ.ૈહ પરથી પણ ભરી શકાશે.