(એજન્સી)
વોશિંગ્ટન, તા. ૨૫
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એવા મુસ્લિમ વિરોધી જૂથની આગેવાની કરી છે જે ખોટા, ગેરમાર્ગે દોરનારા અને બદનક્ષીના સમાચાર ફેલાવે છે ઉપરાંત આ જૂથને રશિયન ટ્રોલ ફેક્ટરીઓનુ પીઠબળ પ્રાપ્ત છે. ન્યૂયોર્કનું બિનનફાકારક જૂથ ગેટેસ્ટોન ઇન્સ્ટીટ્યુટ સતત યુરોપમાં રહેતા મુસ્લિમોને ‘જિહાદી’ ગણાવી, યુરોપ નજીકના ‘ગ્રેટ વ્હાઇટ ડેથ’ અને બહારના લોકો તથા શરણાર્થીઓ દ્વારા મોટાપાયે રેપની ઘટનાઓ આચરાય છે તેવા ખોટા સમાચાર ફેલાવે છે. નાગરિક અધિકારના પૂર્વ પ્રવક્તા અને અમેરિકન-ઇસ્લામિક સંબંધો અંગેનું સમર્થન કરતા જૂથના સભ્ય ઇબ્રાહીમ હૂપરે કહ્યું હતું કે, ઇન્ટરનેટર પર ગેટેસ્ટોન ઇન્સ્ટીટ્યુટ ઇસ્લામોફોબિયાને ખોટી રીતે પ્રોત્સાહિત કરે છે. અહેવાલો અનુસાર ગેટેસ્ટોનને રશિયન ટ્રોલ ફેક્ટરીઓ દ્વારા પ્રોત્સાહિત તથા ફેલાવાય છે જેમાં રશિયાના મીડિયા સ્પુટનિક અને આરટી ન્યૂઝનો પણ હાથ હોઇ શકે છે. ગેટેસ્ટોન ૨૦૧૩થી ઇરાન તથા ઉત્તર કોરિયાના ભય દર્શાવી ઘણા આર્ટિકલ ઇન્ટરનેટ પર મુકી ચુક્યું છે. બોલ્ટનને પણ મુસ્લિમ વિરોધી નેતા તરીકે જ જોવામાં આવી રહ્યા છે.