નવી દિલ્હી, તા.ર૫
આઈપીએલ ર૦૧૮માં દિલ્હી ડેરડેવિલ્સના અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન બાદ ગૌતમ ગંભીરે ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. આઈપીએલની બાકી મેચો માટે શ્રેયસ અય્યર દિલ્હીનું નેતૃત્વ કરશે. કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત ચેમ્પિયન બનાવનાર ગંભીરે પત્રકાર પરિષદમાં દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરતાં કહ્યું કે આ મારો નિર્ણય છે હું પોતાના તરફથી ટીમને પર્યાપ્ત યોગદાન આપી શક્યો નહીં તેણે કહ્યું કે ટુર્નામેન્ટમાં ટીમ હાલ જે સ્થાને છે તેની હું જવાબદારી લઉ છું તેણે કહ્યું કે મારૂ માનવું છે કે ટીમના રૂપમાં અમે પોતાની સ્થિતિ સારી કરી શકીએ છે બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સના કપ્તાન નિયુક્ત કરાયેલા શ્રેયસ અય્યરે કહ્યું કે કપ્તાન બનાવવા માટે ટીમ મેનેજમેન્ટ અને કોચનો આભાર વ્યક્ત કરૂ છું મારા માટે આ મોટું સન્માન છે.