અગરતલા, તા.ર૬
ત્રિપુરામાં ભાજપની જીતનો અસ્વીકાર કરનાર મમતા બેનર્જીની ઝાટકણી કાઢતાં ત્રિપુરાના સીએમ બિપ્લબ કુમાર દેબે કહ્યું કે, મમતા બેનરજીએ હોસ્પિટલમાં તેમના મગજની તપાસ કરાવવી જોઈએ. નવા ચૂંટાયેલા આ મુખ્યમંત્રીએ તૃણમૂલ કોંગ્રેસના વડાને માનસિક શાંતિ માટે મંદિરોમાં જવાની સલાહ આપી છે.
મમતા બેનરજીએ આ પહેલાં કેસરિયા પક્ષની જીતને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જીત સાથે સરખાવી. તેણીનીએ દાવો કર્યો હતો કે બીજેપીની જીત તેમના માટે કોઈ મહત્ત્વ ધરાવતી નથી.
ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી-ઈન્ડિજીન્સ પિપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના (આઈપીએફટી) ગઠબંધને બેતૃતિયાંશ બહુમતી સાથે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાને (સીપીઆઈ) હરાવી દીધી હતી. ડાબેરીઓના ગઢમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ૯ બેઠકોમાંથી ૩પ બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે સીપીઆઈએમ માત્ર ૧૭ બેઠકો જીતી શકી હતી.