(એજન્સી) લખનૌ, તા.ર૬
ઈસ્લામ ધર્મથી પ્રેરિત થઈ ધર્માંતરણ કેરલ યુવકને બજરંગદળના કાર્યકર્તાઓએ મારમારી ધમકાવ્યાના એક દિવસ બાદ ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. દલિત યુવક પવનકુમાર સાથે જમણેરી કાર્યકર્તાઓએ મારપીટ કરી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આજે આ સમાચાર સામે આવ્યા છે જે દેશમાં હિંદુત્વવાદી તાકતોની તાનાશાહી સૂચિત કરે છે. શામલીમાં એએસપી શ્લોકકુમારે આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે, અમને મીડિયા અહેવાલો દ્વારા જાણવા મળ્યું કે, સોમવારે રાત્રે જમણેરી કાર્યકર્તાઓએ પવનકુમારની મુલાકાત લીધી હતી. મંગળવારે અમે તેને અમારી પાસે આવવા કહ્યું પરંતુ તેણે ઈન્કાર કરતાં કહ્યું કે, તે કોઈ કાયદાકીય પગલાં લેવા ઈચ્છતો નથી. અમે આજે ફરી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ગેરહાજર નથી. પોલીસ આ ઘટનાનું બારીકાઈથી નિરિક્ષણ કરી રહી છે અને પોલીસ ટુકડી ફરી એકવાર પવનની મુલાકાત લેશે એ સુનિશ્ચિત કરવા કે તેને ફરિયાદ દાખલ ન કરવા ડરાવવામાં તો નથી આવી રહ્યો ને.