National

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત ફરીવાર નીચે ખસ્યું, હવે પાકિસ્તાનથી માત્ર એક પોઇન્ટ આગળ

(એજન્સી)
નવી દિલ્હી,તા.૨૫
વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારત, વિશ્વ રેડ ફ્રીડમ ઈન્ડેક્સમાં આ વર્ષે ફરી બે ક્રમ ખસીને ૧૩૮માં સ્થાને પહોંચી ગયું છે, પાકિસ્તાનની સરખામણીમાં માત્ર એક ક્રમ આગળ છે, જે સતત ૧૩૯માં ક્રમાંકે છે.
૧૮૦-મજબૂત રાષ્ટ્રોની સૂચિમાં, નોર્વે અને ઉત્તર કોરિયાએ અનુક્રમે ૧ નંબર અને ૧૮૦ નંબરની તેમની સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે ભારત ૨૦૧૬થી ૧૩૩માં સ્થાનેથી નીચે જઈ રહ્યું છે. જયારે ભારતના પાડોશી પાકિસ્તાન ૨૦૧૭થી સતત ૧૩૯માં ક્રમાંકે છે.
વાર્ષિક ઇન્ડેક્સ રિપોર્ટમાં, રિપોટર્સ વિધાઆઉટ બોર્ડર (આરડબ્લ્યુબી) પત્રકારોને અપાયેલી સ્વતંત્રતાના સંદર્ભમાં ૧૮૦ દેશોની યાદી ધરાવે છે. ઇન્ડેક્સ આ વર્ષે ભારતને નબળો દર્શાવે છે. આ રિપોર્ટમાં પત્રકારો વિરુદ્ધ “મુખ્ય ધારામાં સેલ્ફ સેન્સરશિપ” અને “ઓનલાઇન સમીયર ઝુંબેશો” નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે “સૌથી વધુ ક્રાંતિકારી રાષ્ટ્રવાદીઓ” તેના પતનના કારણો પાછળ છે.
આ રિપોર્ટમાં ૨૦૧૭માં પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો ઉલ્લેખ છે, રિપોર્ટ મુજબ “સોશિયલ નેટવર્ક પર હેટ અભિયાનનો લક્ષ્યાંક રહ્યો હતો.” વર્ષ ૨૦૧૬માં ભારત ૧૩૩માં ક્રમાંકે હતો. વર્ષ ૨૦૧૭માં ૧૩૬માં સ્થાને હતું. અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, ૨૦૧૭માં ભારતમાં સરકારની ટીકા કરતી મીડિયા આઉટલેટ્‌સ પર કથિતપણે દબાણ અથવા હેરાન કરવામાં આવી હતી.
“ભારતનું બંધારણ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ તે સ્પષ્ટપણે પ્રેસની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરતું નથી.સરકાર (ભારત) સામાન્ય રીતે આ અધિકારોનો આદર કરે છે, તેમ છતાં એવા કિસ્સાઓ પણ છે જેમાં સરકારે કથિતપણે મીડિયા પર દબાણ અથવા તો સતામણી કરી છે. યુ.એસ.સ્ટેટ ડિપાર્ટમેન્ટે વર્ષ ૨૦૧૭ના તેના વાર્ષિક હ્યુમન રાઇટ્‌સ અહેવાલમાં જણાવ્યું હતું. ઇઉમ્ની ૨૦૧૮ની રિપોર્ટમાં પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં દેશના પ્રભાવ માટે રાજદ્રોહ અને હિંદુ રાષ્ટ્રની ધમકીનો ઉલ્લેખ કર્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.