જૂનાગઢ, તા.૨૬
વિદેશ લઈ જવાની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવાન સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગત અનુસાર માળિયા હાટિનાના મીખોર ગામે રહેતી યુવતી રહે છે. આરોપી યુવક શ્રીકાંત નીમાવત ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને ગુજરાત આવી બાવાજી જ્ઞાતિની બુકમાં સુશિક્ષિત કન્યા જેને લગ્ન પછી વિદેશ લઈ જવાની જાહેરાત આપી ઉક્ત યુવતી સાથે તા.૯/૩/૧૮ના રોજ જ્ઞાતિના રીત-રિવાજ મુજબ સગાઈ કરી હતી. સગાઈ બાદ આ યુવકે તેણી સાથે ચારેક વખત જૂનાગઢમાં, ખલીલપુર રોડ ઉપર આવેલ પ્રભુ પેલેસના ચોથા માળે દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવકે વિદેશ લઈ જવાના બહાને તેણી પર દુષ્કર્મ આચરતા યુવતીએ શ્રીકાંત યોગેશભાઈ નિમાવત (રહે.મધુરમ નોબલ ટાઉનશીપ રોડ, શ્રીનાથજી-૬ એપાર્ટમેન્ટ બ્લોક નં.૫૦૧) વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૭૬,૪૦૬,૪૨૦ મુજબ ગુનો દાખલ કરેલ છે. બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ. વાળા ચલાવી રહ્યા છે.