અમદાવાદ, તા.ર૭
હજ માટે પાંચમી વખત અરજી કરનારા હજ યાત્રીઓ વેઈટીંગ લીસ્ટમાં છે તે મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વેઈટીંગ લીસ્ટમાં આવતા ૬પથી ૬૯ ઉંમરના ૧૯૭ હજ યાત્રીઓનો ક્વોટા મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ હજ અરજદારોએ તા.૩૦ એપ્રિલ સુધીમાં જમા કરાવી દેવા જણાવાયું છે.
સુપ્રીમ કોર્ટના તા.૧૩/૦૩/ર૦૧૮ના રીટ પીટિશન (સિવીલ) હેઠળ આપેલા ચુકાદાના અનુસંધાને હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના તા.રપ/૪/ર૦૧૮ના સરક્યુલર નં. રરથી જે હજ અરજદારોએ પાંચમી વખત અરજી કરી હતી અને તેઓ વેઈટીંગમાં છે, તે પૈકી સુપ્રીમકોર્ટના ચુકાદા અનુસાર તા.૧૪/૧૧/૧૭ના રોજ ફકત ૬પથી ૬૯ વય ધરાવતા હોય (ઈન્ટરનેશનલ પાસપોર્ટ આધારે) તે પૈકી વેઈટીંગ લીસ્ટમાં આવતા ૧૯૭ હજ અરજદારોને હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના સરક્યુલરથી વધારાના ક્વોટા સામે કન્ફર્મ કરવામાં આવ્યા છે.
હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના સરક્યુલર સાથે આપેલા (૧) અન્ડરટેકિંગ (ર) ઓરીજનલ પાસપોર્ટ, (૩) પાસપોર્ટ સાઈઝનું એક કલર ફોટો (૪) મેડિકલ સર્ટી તેમજ ફીટનેસ સર્ટી, (એમ.બી.બી.એસ.) તથા ગવર્નમેન્ટ ડોક્ટર દ્વારા પ્રમાણિત), તા.૩૦/૦૪/૧૮ સુધીમાં તથા પે-ઈન-સ્લીપની ઓરિજીનલ કોપી ફકત હજ હાઉસ, કાલુપુર અમદાવાદને મોકલી આપવા જણાવાયું છે. પૈસા ભરવાની પે-ઈન-સ્લીપ, મેડિકલ સર્ટી અને ફીટનેશ સર્ટીફિકેટ હજ ગાઈડલાઈન્સના ફોર્મમાંથી મેળવી લેવા અથવા હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈની વેબસાઈટ www.hajcommittee.gov.in પરથી ડાઉનલોડ કરી લેવા અથવા હજ હાઉસ કાલુપુર અમદાવાદ ખાતે રૂબરૂ મેળવી લેવા જણાવાયું છે. ડેકલેરેશન ફોર્મ પણ હજ કમિટી ઓફ ઈન્ડિયાની ઉપરોક્ત વેબસાઈટ ઉપર સરક્યુલર નં.રર સાથેના ખાતેથી બીડાણ એનેક્ષર-૧ ડાઉનલોડ કરી લેવા અથવા હજ હાઉસ કાલુપુર અમદાવાદ ખાતેથી રૂબરૂ મેળવી શકાશે. પૈસા ભરવાની પે-ઈન-સ્લીપમાં બેંક રેફરન્સ નંબર લખવો ફરજિયાત છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સુપ્રીકોર્ટના સદર જજમેન્ટ અન્વયે ફકત ૬પથી ૬૯ ઉંમર (તા.૧૪/૧૧/૧૭ના રોજ ધરાવતા) પાંચમાં વર્ષના હજ અરજદારો પૈકી ૧૯૭ અજરદારોએ ઉપર જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી કરવા વિનંતી છે. જે હજ અરજદારો કોઈપણ કારણસર હજમાં ઈચ્છુક ન હોય તો તેમણે નિયત નમૂનામાં કેન્સલ ફોર્મ ભરી તાત્કાલિક હજ હાઉસ કાલુપુર અમદાવાદ અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવા જેથી કરીને તેમના બાદના અરજદારોને તક મળી શકે છે. એમ ગુજરાત હજ સમિતિની યાદીમાં અધ્યક્ષ પ્રિ.મોહંમદઅલી કાદરી અને સચિવ આઈ.એમ.શેખે જણાવ્યું છે.