આણંદ, તા.ર૭
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધી આસમાને જઈ રહ્યા છે ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોર નિંદ્રામાં પોઢેલી ભાજપ સરકારને જગાડવા બળદગાડા, ઊંટલારી, સાયકલો સહિત અનોખી રીતે રેલી યોજવામાં આવી હતી.
રાજયમાં વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ માણસો અને મધ્યમ વર્ગના પરીવારો પિસાઈ રહ્યાં છે. તાજેતરમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પણ બેફામ વધારો થયેલોે છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં રેલી કાઢી અનોખી રીતે વીરોધ પ્રદર્શન કર્યુ હતું. રાજયમાં મોંઘવારી તેની ચરમસીમાએ પહોંચી છે અને જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. ત્યારે પેટ્રોલ ડીઝલમાં બેફામ ભાવ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ આજ સુધીના ઈતીહાસમાં તેની મહત્તમ ભાવ વધારાના સ્તરે પહોંચ્યા છે. ત્યારે અચ્છેદીનના લોભામણા વચનો આપી સત્તા પ્રાપ્ત કરનારની ભાજપની સરકાર દરેક ક્ષેત્રમાં નીષ્ફળ નીવડી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વીરોધમાં ઉંટગાડી ઉપર રેલી કાઢી વીરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસી કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારે લોકોને અચ્છેનીનના અને મોંઘવારી ઘટાડવાના વચનો આપી સત્તા પ્રાપ્ત કરી હતી. પરંતુ ત્યારબાદ ભાજપના રાજમાં પ્રજા માટે અચ્છે દીન આવવાના બદલે ખરાબ દીવસો આવ્યાં છે. મોંઘવારી ઘટાડવા અને અચ્છે દીન લાવવાના વચન આપી સત્તામાં આવેલી ભાજપની સરકાર દરેક ક્ષેત્રમા નીષ્ફળ નીવડી છે. રોકેટ ગતીએ મોંઘવારી વધી રહી છે. તેમજ હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલ સસ્તુ હોવા છતાં પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસનાં ભાવો આસમાનને આંબી રહ્યાં છે. સરકારી ખેડુત વીરોધી નીતીના લીધે શાકભાજી, તમાકુ જેવા ખેત પેદાસોના પોષણક્ષમ ભાવો નહીં મળવાના કારણે ખેડુતો પાયમાલ બન્યાં છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવો વધવાના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાના કારણે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ હજુ મોંઘી થવાની શકયતાઓ છે. ત્યારે કુંભકર્ણની નીંદ્રામાંથી સરકારને જગાડવા માટે અને જનવીરોધ ભાજપને ખુલ્લી પાડવા માટે આજે રાજ્યભરમાં રેલી કાઢી વીરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોંઘવારીના વીરોધમાં સુત્રોચ્ચાર કર્યાં હતાં.