(એજન્સી) મુંબઈ, તા.૨૭
બોલિવુડ કોરિયોગ્રાફર સરોજ ખાન અને વરિષ્ઠ કૉંગ્રેસ નેતા રેણુકા ચૌધરી બાદ શત્રુદ્ધ સિન્હાના નિવેદનથી નવો વિવાદ ઉભો થતો જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ શત્રુદ્ધન સિન્હાએ એન્ટરટેનમેન્ટ અને રાજકારણ બંનેમાં યૌન શોષણ થતું હોવાની વાત કરી છે. શત્રુદ્ધન સિન્હાએ કહ્યું ન તો સરોજ ખાન ખોટા છે ન તો રેણુકા ચૌધરી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે રાજકારણ બંને જગ્યાએ સેક્સુએલ ફેવર માંગવામાં આવે છે અને કેટલાક લોકો તેને ખોટુ પણ નથી માનતા. તરક્કી કરવા માટે આ જૂનો અને જાણીતો રસ્તો છે. ’તેમે મારૂ ધ્યાન રાખો, હુ તમારૂ ધ્યાન રાખીશ’ની નીતિ છે. તેમાં પરેશાન થવા જેવું કંઈ નથી. સરોજ ખાનનો બચાવ કરતા તેમણે કહ્યું માધુરી દિક્ષિત, શ્રીદેવી અને રેખાના કરિયરમાં સરોજ ખાનનું મોટુ યોગદાન છે. તેઓ એક લીજેંડથી ઓછા નથી. તેઓ પોતાની દિલથી બોલે છે, એટલે ભાવુકતામાં આવી વાતો કરવામાં આવે છે જે કડવી લાગે છે. જો તેમણે કહ્યું છે કે બોલીવુડમાં છોકરીઓનું યૌનશોષણ થાય છે, તો તેમને ખ્યાલ હશે કે ઈન્ડસ્ટ્રીમાં શું ચાલે છે. શત્રુદ્ધન સિન્હાએ કહ્યું તેઓ સરોજ ખાન અને રેણુકા ચૌધરીની વાતથી સહમત છે. તેમણે કહ્યું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યૌન શોષણને કાસ્ટિંગ કાઉચ કહેવામાં આવે છે, પરંતુ રાજકારણમાં શોષણને શું કહેવું જોઈએ તે તેમને નથી ખબર. તેમના મુજબ કાસ્ટિંગ-વોટ કાઉચ કહી શકાય. તેમણે એ પણ કહ્યું કે કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવું કે નહી તે વ્યક્તિના પોતાના પર આધાર રાખે છે. કોઈ કોઈની સાથે બળજબરી નથી કરતું.