વેરાવળ, તા.૨૭
પ્રાંચી નજીક આવેલ ધંટીયા ચોકડી પાસે મોટરકારની સાઇડ કાપવાની બાબતે ગત રાત્રીના બોલાચાલી બાદ મારામારી સમર્જાતા છને ઇજાઓ સાથે વેરાવળ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે. આ બનાવ અંગે ઇજા પામેલ એ મોટરકારમાં નુકશાન તેમજ રોકડા રૂા.વીસ હજારની લૂંટ તથા માર માર્યા હોવાની સુત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંઘાવતા પોલીસે તપાસ હાથ ઘરેલ છે.
આ બનાવની સુત્રાપાડા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના સમીર ઇબ્રાહિમ પંજા (ઉ.વ.૫૦), યુસુફ હુસેન કાપડીયા (ઉ.વ.૫૦), ફારૂક હુસેન જમાદાર (ઉ.વ.૫૦), સાજીદ અબ્દે રહેમાન પંજા (ઉ.વ.૪૯), ઇબ્રાહિમ આમદ બાટલી (ઉ.વ.૩૭), અનવર ઇસ્માઇલ પંજા (ઉ.વ.૬૧) સહીતના ગત રાત્રીના ટાવેરા મોટર કાર નં. જી.જે. ૧૧ એ.બી. ૫૫૮૧ માં આવી રહેલ તે વખતે ધંટીયા ચોકડી પાસે સાઇડ કાપવાની બાબતે બોલાચાલી બાદ મારામારી સર્જાયેલ જેમાં ઉપરોકત તમામ ને ઇજાઓ સાથે વેરાવળ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે. આ બનાવની જાણ થતા મુસ્લિમ સમાજ સહિત દરેક સમાજના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
ઉપરોકત બનાવ અંગે ઇજા પામેલ સાજીદ અબ્દે રહેમાન પંજા એ સુત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંઘાવેલ જેમાં જાવત્રી-બામણાસા રોડ ઉપર આવેલ વાડીએથી પરત આવી રહેલ તે વખતે રાત્રીના રોડ ઉપર એક સફેદ કલરની મોટર કાર નં. જી.જે. ૩૨ બી. ૫૪૫૬ ઉભી હોય તેની પાસે ઉભી રાખેલ અને ગાડીમાં નજર કરતા અંદર બેસેલા શખ્સોએ તું હાલતો થા તેમ કહેતા ત્યાંથી નીકળી ગયેલ ત્યારબાદ સફેદ કલરની મોટર કાર પાછળ આવેલ રોકાવેલ ત્યાં ફરી વખત બોલાચાલી કરેલ અને ત્યારબાદ દ્યંટીયા ફાટક રોડ ઉપર ટ્રક આડો રાખી સાજીદ પંજા સહીતનાને રોકાવેલ અને અભય બારડ તથા મહેન્દ યાદવ અને અન્ય ૧૧ અજાણ્યા શખ્સોએ વ્હીલના લોખંડના પાના, પાઇપ તથા બેઝબોલ વડે આડેઘડ માર મારેલ તેમજ મોટર કારના કાચ તોડી નુકશાન કરેલ અને સાજીદ પાસે રોકડા રૂા.વીસ હજાર તથા દવા રાખેલ પ્લાસ્ટીકના થેલાની લૂંટ કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૯૫, ૩૯૭, ૩૪૧ ૪૨૭, ૧૧૪ તથા બી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો નોંઘી વઘુ તપાસ પી.એસ.આઇ. એન.પી.પંડ્યા એ હાથ ધરેલ છે.