મોટા વરાછા વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલની સ્કૂલવાન નં. જીજે-૫-જેબી-૦૮૭૭નો ચાલક સવારે સુદામા ચોક પાસેથી પસાર થતો હતો. તે સમયે અચાનક સીએનજી કારમાં આગ લાગી હતી. સ્કૂલવેનમાં આગ લાગી હોવાની જાણ થતા જ અન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. વેનના ચાલક અને વેનમાં બેસેલ ત્રણે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ ફાયર સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબૂમાં લીધી હતી.