(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
ગાઝીપુરમાંથી અપહરણ કરાયેલ બાળકી સાથે મદ્રસામાં બળાત્કાર બાદ ભાજપનો પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી અને પૂર્વ દિલ્હી સાંસદ મહેશગિરીને કેન્ડલ માર્ચ પર આમ આદમી પાર્ટીએ નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ નેતા પ્રદર્શન કેમ કરી રહ્યા છે ? ધરપકડ કેમ નથી કરાવી રહ્યા ?
‘આપ’ સાંસદ સંજયસિંહ મુજબ, મનોજ તિવારીએ પોતાની જ સરકારની વિરૂદ્ધ પ્રદર્શન કરી સાબિત કર્યું છે કે, ભાજપના વિરૂદ્ધ ભાજપ છે. બળાત્કાર જેવી હેવાનિયતના વિરોધમાં અવાજ ઊંચો કરવો જ જોઈએ. દિલીપ પાંડેએ કહ્યું કે, હત્યા અને બળાત્કારને ધાર્મિક રંગ આપતા માનવતાના દુશ્મને, અપરાધ તો અપરાધ હોય છે. તે માટે ન્યાયની માગણી જરૂરી છે પછી તે ગીતા માટે હોય કે આસિફા.